Bodeli News/ ગુજરાતના રસ્તા પર ડમ્પરનો આતંક! અમદાવાદ બાદ બોડેલીમાં કાળમુખા ડમ્પરે આધેડને 100 ફૂટ સુધી ઢસડ્યા

છોટાઉદેપુરના બોડેલી (Bodeli) માં રેતી ભરેલા ડમ્પરે સ્કૂટર સવાર આધેડને ૧૦૦ ફૂટ સુધી ઢસડીને ગંભીર ઈજા પહોંચાડી છે. રેતી માફિયાઓની ઉતાવળે વધુ એક નિર્દોષનો ભોગ લીધો

Gujarat Top Stories Others
Bodeli Dumper Accident Today:

Bodeli Dumper Accident Today: ગુજરાતના રસ્તાઓ પર ડમ્પર ચાલકો જાણે યમરાજ બનીને ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના હિટ એન્ડ રન બાદ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બોડેલીના મુખ્ય ચાર રસ્તા પાસે રેતી ભરેલા પૂરઝડપે આવતા ડમ્પરે એક સ્કૂટર સવાર આધેડને અડફેટે લઈ 100 ફૂટ સુધી ઢસડ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Bodeli : 100 ફૂટ સુધી ઢસડાયા આધેડ

મળતી વિગતો અનુસાર, બોડેલીના મુખ્ય ચાર રસ્તા પાસે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે રેતી ભરેલું એક ડમ્પર બેફામ ગતિએ પસાર થઈ રહ્યું હતું. ડમ્પર ચાલકે સ્કૂટર પર જઈ રહેલા આધેડને એવી જોરદાર ટક્કર મારી કે તેઓ ડમ્પરના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત બાદ પણ ચાલકે બ્રેક મારવાને બદલે આધેડને આશરે 100 ફૂટ જેટલા અંતર સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા.

રેતી માફિયાઓની જોહુકમી?

સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે નદીમાંથી રેતી ભરવાની ઉતાવળ અને વધુ ફેરા મારવાની લ્હાયમાં ડમ્પર ચાલકો ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકીને વાહનો હંકારે છે. રેતી માફિયાઓના આર્થિક ફાયદા માટે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે.

વડોદરા રિફર કરવામાં આવ્યા

અકસ્માતમાં આધેડને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા અને તાત્કાલિક ઓપરેશનની જરૂર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

સ્પીડ બ્રેકર મૂકવા ઉઠી માંગ

બોડેલીના આ મુખ્ય ચાર રસ્તા અકસ્માત ઝોન બની ગયા છે. અગાઉ પણ અહીં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિકોની પ્રબળ માંગ છે કે તંત્ર દ્વારા અહીં ચારેય બાજુ મજબૂત સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને ડમ્પરોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવે. જો વહેલી તકે પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો: અલીખેરવા કોમ્પ્લેક્સ પર નગરપાલિકાનો બુલડોઝર? દુકાનદારોમાં ફફડાટ

આ પણ વાંચો: બરેલીમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક,HCએ આપ્યો જવાનો આદેશ

આ પણ વાંચો: બરેલીમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક,HCએ આપ્યો જવાનો આદેશ