હિન્દુ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવતિ અમરનાથ યાત્રા આગામી 28 જૂન થી શરૃ થવાની હતી. અને તેનું રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવામાં આવ્યુ હતું. પરંતુ કોરોનાની સ્થિતીને જોતા હાલમાં તેનું રજિસ્ટ્રેશન અટકાવવામાં આવ્યુ છે.
હિન્દુ ધર્મમાં દરે વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત તો અમરનાથ યાત્રા કરી બર્ફીલા બાબ ભોલેનાથના દર્શન કરી જીવનને ધન્ય કરવાની ઇચ્છા રાખતા હોય છે. અને તેના માટે તેઓ દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. આ વર્ષે પણ રજિસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યુ હતુ. પરંતુ જે પ્રમાણે કાશ્મીરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. તેને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્ધારા રજિસ્ટ્રેશન હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 15 તારીખથી તેનું રજિસ્ટ્રેશન શરૃ થયુ હતું. પરંતુ આજે તેના પર રોક લગાવી દેવામાં આવી છે. 28 જૂનથી શરૃ થતી અને 22 ઓગષ્ટે પૂર્ણ થતી અમરનાથ યાત્રામાં થતા રજિસ્ટ્રેશન હાલ પુરતા તો મોકુફ જ રહેશે.
