Gujarat News/ ગુજરાતમાં મેઘમહેર યથાવત, 110 તાલુકામાં વરસાદ; માંડવીમાં 7 ઇંચ ખાબક્યો

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Rajkot Surat Vadodara Others
Gujarat

Gujarat Rain Forecast Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં નોંધાયો, જ્યાં આશરે 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે શહેરની અનેક શેરીઓમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. બીજી તરફ નદીઓમાં પણ પાણીની આવક વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

કચ્છમાં માંડવી બાદ અબડાસા અને મુન્દ્રામાં પણ વરસાદ

કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. અબડાસામાં 2.13 ઇંચ, જ્યારે મુન્દ્રામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધી વરસાદ થયો છે. સમગ્ર કચ્છ ઝોનમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 ટકા વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે. આજે સવારના 6થી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, આણંદ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં 84.74 ટકા વરસાદ, છતાં અનેક વિસ્તારોમાં ઘટ

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 84.74 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમ છતાં આશરે 15 ટકા વરસાદની ઘટ યથાવત છે. રાજ્યના 42 તાલુકામાં વરસાદની ખાસ ખેંચ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક છે. દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધી માત્ર 10.54 ટકા, પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદથી તાપમાનમાં ઘટાડો, ભાવનગર સૌથી ગરમ

વરસાદી વાતાવરણના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.2°C, ભુજમાં 31.4°C, રાજકોટમાં 30.7°C અને સુરતમાં 29°C રહ્યું હતું. ભાવનગર 31.8°C સાથે રાજ્યનું(Gujarat) સૌથી ગરમ શહેર રહ્યું હતું. પોરબંદર, દીવ અને કેશોદમાં તાપમાન 23થી 24°C આસપાસ રહેતાં વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.

કચ્છમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેતી

હવામાન વિભાગ મુજબ Gujaratમાં આગામી 24 કલાક દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં(Gujarat) ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કચ્છમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 240 તાલુકામાં વરસાદ; વલસાડ-ભરૂચમાં સૌથી વધુ અસર

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવઃ 193 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ; 12 થી 17 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી