Not Set/ જામનગર/ મેડિકલ સ્ટોરના સંચાલકે જમીન દલાલના ત્રાસથી કર્યો આપઘાત, મોત પહેલા લખી સુસાઇડ નોટ

રાજ્યમાં અવાર નવાર આપઘાતની ઘટનાઓ બનતી આવે છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી .જેમાં જમીન વિવાદમાં બે લોકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સીટી સી.ડિવિઝન […]

Gujarat Others

રાજ્યમાં અવાર નવાર આપઘાતની ઘટનાઓ બનતી આવે છે. ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી .જેમાં જમીન વિવાદમાં બે લોકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સીટી સી.ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

 આ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.

આપને જણાવી દઈએ કે, જામનગરમાં દિવસે ને દિવસે જમીન-મકાનના પ્રશ્નોને લગતા કેસ સતત વધી રહ્યા છે. આવામાં જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા માં C-24માં રહેતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમાર નામના જામનગરના રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા મેડિકલ સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે.

આ પણ વાંચો : અમદાવાદ બની રહ્યું છે ક્રાઈમ કેપિટલ, દીકરાએ પોતાના પિતા પર કર્યું એવું કે..

આ સુસાઇડ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું, પરંતું સુસાઇડ નોટ મુજબ જમીન દલાલોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જમીન દલાલ જમીન પચાવી પાડવા ધમકીઓ આપતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હાલ આ મામલે પોલીસે બે પાનાની સુસાઇડ નોટ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ