Surat News/ સુરતના પાંડેસરામાં વર્ષ 2000માં થયેલી હત્યાનો આરોપી 25 વર્ષ બાદ નાસિકમાં ઝડપાયો

વર્ષો જૂના હત્યા(murder)ના કેસના આરોપીની પોલીસે કરી ધરપકડ

Gujarat Surat Breaking News
murder

Surat News: 25 વર્ષથી ફરાર આરોપી ઉમેશ ગોપાલ માનકરને સુરત પીસીબી પોલીસે મહારાષ્ટ્રના નાસિકમાંથી ઝડપી લીધો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2000માં થયેલી હત્યા(murder)ના ગુનામાં તે નાસતો ફરતો હતો.

25 વર્ષથી ફરાર  હત્યા(murder)નો આરોપી ઝડપાયો

આરોપ મુજબ વર્ષ 2000માં ઉમેશ ગોપાલ માનકર પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો અને હમાલી કામ કરતો હતો. તે સમયે માલજી પાટીલ નામના વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા આવેશમાં આવી લાકડાના ફટકા મારી માલજીભાઈની હત્યા કરી નાખ્યાનો આરોપ છે. આ પાંડેસરા હત્યા કેસ (Pandesara murder case)માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારથી આરોપી ફરાર ચાલતો હતો.

25 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કેવી રીતે થઈ?

આ 25 વર્ષ દરમિયાન આરોપી સતત ઠેકાણા બદલતો રહેતો હતો. તે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ગુપ્ત રીતે છુપાઈને રહેતો હતો. તેણે આટલા લાંબા સમય સુધી ક્યારેય મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો ન હતો, જેથી તેનું લોકેશન ટ્રેક ન થઈ શકે.

સુરત પીસીબી પોલીસ (Surat PCB police)ની ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (technical and human intelligence) ટીમે બાતમીના આધારે યોજના ગોઠવી હતી. તે મુજબ નાસિકથી ધરપકડ (arrest from Nashik) કરવામાં આવી.

આરોપીને પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ

હાલ સુરત પીસીબી પોલીસે આરોપી ઉમેશ ગોપાલ માનકરનો કબજો સત્તાવાર રીતે પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ તેની સઘન પૂછપરછ કરશે. આ 25 વર્ષ દરમિયાન તેને કોણે આશરો આપ્યો અને તે ક્યાં-ક્યાં છુપાયો હતો, તે અંગેની માહિતી મેળવવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદના વૃદ્ધ ડૉક્ટર સાથે ₹8 કરોડની ઠગાઈ, એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો: ભુજમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, ખોટા આધાર કાર્ડ બનાવવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસની મોટી સફળતા

આ પણ વાંચો: 4 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી સુરત કોર્ટમાંથી જ દબોચાયો