Gujarat Local Body Election 2026/ ઇડરમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સંઘર્ષ પોલીસે કરી એકની અટકાયત

ઇડર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જયસિંહ તંવર અને ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દા પર વિવાદ થયો. આ વિવાદ ઝડપથી અથડામણમાં પરિણમ્યો, જેના કારણે મતદાન મથક પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ.

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો આકરી ગરમી વચ્ચે પણ મતદાન કરી રહ્યા છે અને લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતમાં મહદઅંશે ચૂંટણીમાં એકલદોકલ બનાવોને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યુ છે.  આ બધા વચ્ચે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 1 માં ઉમેદવારો વચ્ચે અથડામણ થઈ. મતદાન દરમિયાન રાજકીય તણાવ વધતાં, અપક્ષ ઉમેદવાર જયસિંહ તંવર અને સ્થાનિક ભાજપ કાર્યકર વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી,  જેના કારણે આ અથડામણ થઈ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ઇડર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જયસિંહ તંવર અને ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દા પર વિવાદ થયો. આ વિવાદ ઝડપથી અથડામણમાં પરિણમ્યો, જેના કારણે મતદાન મથક પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ. ઘટનાની માહિતી મળતાં, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને ઇડર પોલીસ સ્ટેશન પહોંચી.

આ ઘટનાના પગલે બંને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ભાજપના કાર્યકરને બચાવવા માટે ઘણા કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પોલીસ પગલાં લેવામાં આવ્યા છે. અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.

પોલીસ તંત્રએ આ ઘટના બાદ, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ વહીવટીતંત્ર માટે પડકાર ઉભો કરે છે, પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે. પોલીસે તેની સાથે-સાથે મતદાન મથક ચાલતા વોટિંગ પર પણ વિપરીત અસર ન પડે તેનું ધ્યાન રાખીને કાર્યવાહી કરી હતી.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું