Una News: ઉનાના પડ પાદર ગામની આંગણવાડીના મામલામાં બાળકોના ભોજનમાં ઇયળ નીકળી હતી. આ સમાચાર બહાર આવવાના પગલે ઇન્ચાર્જ સીડીપીઓ પદાપાદર ગામે પહોચ્યા હતા. તેમણે તપાસ પછી આંગણવાડી કેન્દ્રને તાળી મારી દીધા છે.
આના પગલે આંગણવાડીને ભોજન પૂરુ પાડનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે. તપાસ પછી આંગણવાડીના કોન્ટ્રાક્ટરને પહેલા બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજયના જુદા-જુદા શહેરોમાં પિત્ઝામાંથી વંદો, લસ્સીમાંથી માખી સહિતના ઢગલાબંધ બનાવો નોંધાયા છે. આના લીધે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકરી કાર્યવાહી પણ તેઓની સામે કરવી પડી છે. તેઓ નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી આ એકમોને સીલ કરવામાં આવ્યા છે. તેને દંડ પણ કરવામાં આવ્યો છે. સરકાર હવે આ વિભાગમાં કઈ કાર્યવાહી કરશે તે જોવાનું છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
