Not Set/ KXIP vs KKR/ કોલકતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

IPL 2020 ની 24 મી મેચ કિંગ્સ ઇલેવન કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતેની આ મેચમાં કોલકાતાનાં કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લોકેશ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમે સુપર ઓવરમાં હાર સાથે સફર શરૂ કરી હતી પરંતુ આગળની મેચમાં રોયલ ચેલેન્જર્સ […]

Uncategorized

IPL 2020 ની 24 મી મેચ કિંગ્સ ઇલેવન કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતેની આ મેચમાં કોલકાતાનાં કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

લોકેશ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમે સુપર ઓવરમાં હાર સાથે સફર શરૂ કરી હતી પરંતુ આગળની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ને હરાવી ટૂર્નામેન્ટમાં પરત આવી હતી. આ પછી, ટીમે સતત ચાર મેચ હારી છે. કિંગ્સ ઇલેવન રાજસ્થાન રોયલ્સ (આરઆર), મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઈ), ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) થી હારી ગઈ હતી. 

દિનેશ કાર્તિકની ટીમ, (કેકેઆર) કોલકાતા નાઈટ રાઇડર્સ વિશે વાત કરીઓ તો, તેમનો પ્રયાસ વિજયની સફરને ચાલુ રાખવાનો રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની પહેલી મેચમાં કેકેઆર હાર્યું હતું. આ પછી, કેકેઆર એ આગામી ચાર મેચોમાંથી ત્રણ મેચ જીતી હતી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.