બેંગલુરુ,
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. બપોરે ત્રણ વાગ્યા સુધી ૧૦૪ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસના ખાતામાં ૭૮ સીટ, જેડીએસના ફાળે ૩૮ બેઠકો અને અન્યના ફાળે ૨ સીટ આવી રહી છે.
બીજી બાજુ હવે બપોરના ૧ વાગ્યા સુધી ભાજપ પોતાની સરકાર બનાવવા જઈ રહી હતી પરંતુ હવે બપોરના ચૂંટણીના સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ૧ વાગ્યા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા જેડીએસ સાથે ગઠબંધન કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
HD Kumaraswamy, Siddaramaiah, Ghulam Nabi Azad, and Mallikarjun Kharge at Raj Bhawan in Bengaluru. #KarnatakaElections2018 pic.twitter.com/swRZKUbpsT
— ANI (@ANI) May 15, 2018
જેડીએસ દ્વારા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયેલા એચ ડી કુમારસ્વામી તેમજ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, વરિષ્ટ નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ સિદ્ધારમૈયા પણ રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોચ્યા છે.
Just now we met Governor because we are single largest party, and that he allows us to prove majority in the Assembly: BS Yeddyurappa #KarnatakaElections2018 pic.twitter.com/D9RLMU9zVY
— ANI (@ANI) May 15, 2018
બી એસ યેદિયુરપ્પા, અનંત કુમાર, રાજીવ ચંદ્રશેખર અને શોભા કરંડલાજે રાજ્યપાલને મળવા માટે રાજભવનમાં પહોંચ્યા છે. આ સમયે સીએમ પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું, “ભાજપ સરકારના ગઠન માટે સૌથી મોટી પાર્ટી બનીને આગળ વધશે અને તેઓ ૧૦૦ ટકા પોતાની સરકારનું ગઠન કરશે”.
Congress & JDS has 117, we need 111 to form the govt. Since we were in power, and we lost, we have given our support for JDS led govt. BJP has 104, we are ahead of them : Ghulam Nabi Azad, Congress pic.twitter.com/NUaGSQ2whV
— ANI (@ANI) May 15, 2018
આ વચ્ચે કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને ૧૧૭ સીટ પર લીડ કરી છે પરંતુ સરકારના ગઠન માટે ૧૧૧ બેઠકો જરૂરી છે ત્યારે અમે સત્તા પર આવી રહ્યા છીએ. તમે ૧૦૪ સીટ સાથે સરકાર ગુમાવી રહ્યા છીએ અને અમે તેઓ કરતા આગળ છીએ”.
JD(S)'s HD Kumaraswamy seeks appointment from the Governor of #Karnataka this evening, writes we have accepted Congress's support to form the Government. #KarnatakaElections2018 pic.twitter.com/epuCqf4m17
— ANI (@ANI) May 15, 2018
જેડીએસ દ્વારા એચ ડી કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકેની નિયુક્તિ માટે રાજ્યપાલ સમક્ષ તેઓને મંજુર કરવા માટે એક લેટર પણ જાહેર કરાયો છે
We had a telephonic conversation with Deve Gowda ji & Kumaraswamy. They have accepted our offer. Hopefully, we will be together: Ghulam Nabi Azad, Congress. #KarnatakaElections2018 pic.twitter.com/OemBerpX7r
— ANI (@ANI) May 15, 2018
કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલાબ નબી આઝાદે પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે મળીને JD(S) સમક્ષ કુમાર સ્વામીને મુખ્યમંત્રી પદ આપવાનો તેમજ બહારથી સમર્થન આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે જે હવે જેડીએસ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
We (Congress & JDS) are jointly meeting the Governor in the evening today: KC Venugopal, Congress. #KarnatakaElections2018 pic.twitter.com/jUd5cVaSNu
— ANI (@ANI) May 15, 2018
કોંગ્રસના પ્રસ્તાવ બાદ પાર્ટીના નેતા કે સી વેણુગોપાલે સરકાર બનાવવા માટે આજે સાંજે રાજ્યપાલ સાથે બેઠક કરવા માટેનું જણાવ્યું હતું.
Wait & watch, the cup will be ours: Saravana, JD(S) MLC. #KarnatakaElections2018 pic.twitter.com/XVWTGYjN0A
— ANI (@ANI) May 15, 2018
JD(S)ના MLC સરવાનાએ વેઇટ એન્ડ વોચની ભૂમિકા માટે જણાવ્યું છે.
કોંગ્રેસના પ્રસ્તાવ બાદ હાલના પરિણામોમાં સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહેલી ભાજપ દ્વારા પણ જેડીએસ સાથે ગઠબંધન કરવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ JD(S) તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
JP Nadda, Dharmendra Pradhan & Prakash Javadekar are going to Bengaluru today. #KarnatakaElections2018
— ANI (@ANI) May 15, 2018
કોંગ્રેસનો પ્રસ્તાવ જેડીએસ દ્વારા મંજુર થયા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન અને જે પી નડ્ડા સ્થાનિક નેતાઓ સાથે આગામી સમીકરણોને લઇ ચર્ચા-વિચારણા કરવા માટે બેંગલુરુ જવા રવાના થયા છે.
Bengaluru: A Congress delegation led by G Parameshwara, who had gone to the Governor's House, did not get entry, turned back. #KarnatakaElections2018 pic.twitter.com/kR3D7DDCvh
— ANI (@ANI) May 15, 2018
બીજી બાજુ જેડીએસ દ્વારા પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ જી. પરમેશ્વરમના નેતૃત્વમાં કોગ્રેસનું ડેલીગેશન રાજ્યપાલ મળવા માટે પહોચ્યું હતું, પરંતુ તેઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
JD(S) had always maintained that HD Kumaraswamy will be CM. As per results, we're doing everything to keep BJP out of power. Congress has extended its support, we have accepted it. We will jointly go to meet Governor after 5.30 pm today: Danish Ali, JD(S) #KarnatakaElections2018 pic.twitter.com/qCfgOhGM9t
— ANI (@ANI) May 15, 2018
જો કે ત્યારબાદ જેડીએસના પ્રવક્તા દાનિશ અલીએ જણાવ્યું, ” એચ ડી કુમાર સ્વામીને JD(S) તરફથી રાજ્યના સીએમ બનાવવામાં આવશે અને આવી રહેલા રિઝલ્ટ મુજબ ભાજપને પાવરમાંથી બહાર કાઢવામાં આવશે. કોંગ્રેસનો પ્રસ્તાવ જેડીએસ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે અને સાંજે ૫.૩૦ વાગ્યે બંને સંગઠનો રાજ્યપાલને મળવા પહોચશે.
Siddaramaiah submits his resignation to the Governor of Karnataka #KarnatakaVerdict pic.twitter.com/ay5biEnIM7
— ANI (@ANI) May 15, 2018
બીજી બાજુ કોંગેસ પાર્ટીના સિદ્ધારમૈયા હાલ રાજ્યપાલને મળવા પહોચ્યા છે અને તેઓએ પોતાનું રાજીનામું સુપરત કર્યું છે..
