New delhi news: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index)ની 2024ની યાદીમાં ભારત 127 દેશોમાં 105મા સ્થાને રહ્યું છે. 2023માં ભારતનો ક્રમ 125 દેશોમાંથી 111મા ક્રમે હતો અને 2022માં તે 121 દેશોમાંથી 107મા ક્રમે હતું. કોંગ્રેસે વૈશ્વક ભૂખમરા સૂચકાંકમાં ભારતનું સ્તર ખૂબ નીચું હોવાથી એવા આક્ષેપો કર્યા છે કે મોદી સરકાર હવે આ ક્રમાંકને લઈ છેડો ફાડી નાખશે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં નેપાળ 68માં, શ્રીલંકા 56માં અને બાંગ્લાદેશ 84માં નંબર પર છે. એટલે કે આ દેશોની હાલત ભારત દેશ કરતા પણ સારી છે. પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા કે દેશની મોટા ભાગની વસ્તી ભયંકર ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહી છે. દેશનો ગરીબ વ્યક્તિ દિવસ-રાત મહેનત કર્યા બાદ પોતાનું પેટ પણ ભરી શકતો નથી. મોદી સરકાર હવે આ ક્રમાંકને લઈ છેડો ફાડી નાખશે એ નિશ્ચિત છે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ શું છે?
કોઈપણ દેશમાં ભૂખની સ્થિતિ શું છે. આ યાદી દર વર્ષે Concern Worldwide અને World Hunger Help (જર્મનીમાં Welthungerhilfe) નામની યુરોપિયન NGO દ્વારા તૈયાર કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં 4 પરિમાણોનું મૂલ્યાંકન કર્યા પછી આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.
GHI સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે? દરેક દેશનો GHI સ્કોર 3 પરિમાણના 4 સ્કેલ પર ગણવામાં આવે છે. આ ત્રણ પરિમાણો છે – કુપોષણ, બાળ મૃત્યુદર, બાળ કુપોષણ.

1. કુપોષણ: કુપોષણનો અર્થ એ છે કે તંદુરસ્ત વ્યક્તિને દિવસ માટે જરૂરી કેલરી મળતી નથી. દરરોજ પૂરતી કેલરી ન મેળવતી કુલ વસ્તીના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
2. બાળ મૃત્યુદર: બાળ મૃત્યુદર એટલે દર એક હજાર જન્મે બાળકોની સંખ્યા જે જન્મના 5 વર્ષની અંદર મૃત્યુ પામ્યા.
3. બાળ કુપોષણ: આમાં બે શ્રેણીઓ છે.
ચાઇલ્ડ વેસ્ટિંગ: ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે બાળક તેની ઉંમર માટે ખૂબ પાતળું અથવા નબળું હોવું. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, જેમનું વજન તેમની ઊંચાઈ કરતા ઓછું છે. આ દર્શાવે છે કે તે બાળકોને પૂરતું પોષણ મળતું ન હતું જેના કારણે તેઓ નબળા પડી ગયા હતા.
ચાઈલ્ડ સ્ટંટીંગઃ ચાઈલ્ડ સ્ટંટીંગ એટલે એવા બાળકો કે જેમની ઉંચાઈ તેમની ઉંમર કરતા ઓછી હોય. એટલે કે ઉંમર પ્રમાણે બાળકની ઊંચાઈ વધી નથી. ઊંચાઈનો સીધો સંબંધ પોષણ સાથે છે. જે સમાજમાં લાંબા સમયથી બાળકોમાં ઓછું પોષણ હોય ત્યાં બાળકોમાં સ્ટંટીંગની સમસ્યા જોવા મળે છે.

આ ત્રણેય પરિમાણોને 100 પોઈન્ટનો પ્રમાણભૂત સ્કોર આપવામાં આવે છે. આ સ્કોરમાં, કુપોષણ, બાળ મૃત્યુદર અને બાળ કુપોષણ દરેક એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. સ્કોર સ્કેલ પર, 0 શ્રેષ્ઠ સ્કોર છે, જ્યારે 100 સૌથી ખરાબ છે.
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર
આ પણ વાંચો:હરિયાણાની હાર પર કોંગ્રેસે કહ્યું- આ ‘તંત્રની જીત,લોક તંત્રની હાર’
