Surat News : સુરતના માંડવીની આશ્રમશાળાના ચકચારભર્યા કેસમાં એક પછી એક 37 જેટલી સગીરાએ 52 વર્ષના આચાર્યના કરતબતો ખોલ્યા છે. આરોપી આચાર્ય યોગેશ નાથુ પટેલે 12-15 વર્ષની 37 જેટલી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનો ખુલાસો થયો છે.આ તમામ વિદ્યાર્થિનીઓનાં ફરિયાદના આધારે સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે.પોલીસે આચાર્યની હેવાનિયતનો ભોગ બનેલી તમામ 37 વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ કરાવી છે.આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ માતા-પિતા તેમની દીકરીઓને માંડવીના નરેણ આશ્રમશાળામાં ભણવા મોકલતાં હતાં. આશ્રમશાળામાં અભ્યાસ કરતી 80 વિદ્યાર્થિનીની જવાબદારી આ આશ્રમશાળાના આચાર્ય પર હતી.
પરંતુ કોઈને ખબર ન હતી કે, જે આચાર્ય પર વિશ્વાસ રાખીને તેઓ પોતાની દીકરીઓને ભણાવવા માટે આશ્રમશાળા મોકલ્યા છે તે જ આશ્રમશાળાના આચાર્ય તેમની સાથે છેડતી કરશે. નરેણ આશ્રમશાળાના લંપટ આચાર્ય યોગેશ પટેલે અત્યારસુધી 37 જેટલી છોકરીઓ સાથે અડપલાં કર્યા છે અને આ અંગે છોકરીઓએ મહિલા અધિકારી અને પોલીસ સામે નિવેદન આપ્યા છે. જેના આધારે બે દિવસમાં આ તમામ 37 છોકરીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.આશ્રમશાળાની 37 છોકરીએ આચાર્ય વિરુદ્ધ નિવેદન આપ્યાં છે. જેને સાંભળી માત્ર મહિલા અધિકારી નહીં, પણ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. એકસાથે એક જ આશ્રમશાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જ્યારે પોતાના આચાર્ય વિરુદ્ધ આપવીતી સંભળાવી ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
હવે આ તમામ 37 વિદ્યાર્થિનીઓ સીઆરપીસી 164નું નિવેદન આપશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે નિવેદન આપનારને કોટરૂમમાં મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવે છે અને તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઈ હાજર હોતું નથી. જેના કારણે એવું માનવામાં આવે છે કે, જે આરોપી અથવા તો સાક્ષી મેજિસ્ટ્રેટ સામે બિલકુલ કોઈ જાતના ભય વગર સાચું બોલી શકશે. આ સાથે જ તેને સત્ય બોલવાના શપથ પણ લેવડાવવામાં આવે છે. આ તમામ બાળકીઓ હવે લંપટ આચાર્ય વિરુદ્ધ મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવશે.માંડવીથી કીમ જતા રોડ ઉપર આવેલી નરેણ આશ્રમશાળામાં આચાર્ય તરીકે યોગેશ નાથુ પટેલે ધો. 6, 7 અને 8ની 13 વર્ષથી લઈ 15 વર્ષની વિદ્યાર્થિનીઓ સાથે અવારનવાર શારીરિક અડપલાં અને છેડતી કરી હતી.
આ અંગે ગાંધીનગર સુધી ફરિયાદ જતા આખરે બે મહિલા અધિકારીઓ આશ્રમશાળા પહોંચી હતી અને જ્યારે તેઓએ પૂછપરછ હાથ ધરી ત્યારે 5 કે 10 નહી પરંતુ 37 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાના આચાર્યનાં કરતૂત મહિલા અધિકારીઓને જણાવ્યાં હતાં અને નિવેદન આપ્યું હતું.થોડા દિવસ પહેલાં ગાંધીનગર શિક્ષણ વિભાગમાં એક ફોન આવે છે અને ફોન કરનાર કહે છે કે, સર, સુરતના માંડવીની નરેણ ગામની આશ્રમશાળાનો શિક્ષક વિદ્યાર્થિનીઓને શારીરિક રીતે હેરાન કરે છે. આ વાત સાંભળી સામેના અધિકારીએ આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કાંબડને ફોન કરી કહ્યું કે, ત્યાં શું પરિસ્થિતિ છે તેની મુલાકાત લો અને જો કંઈ એવું હોય તો તેની સામે ફરિયાદ નોંધો. બસ, આટલી વાત બાદ બન્ને વચ્ચેની વાતચીતનો અંત આવે છે અને સામે આવે છે એક આચાર્યનો હેવાન ચહેરો. આ આચાર્ય એટલે યોગેશ નાથુ પટેલ.આ ઘટના આમ તો 24 જુલાઈ, 2024ની છે, પરંતુ ગત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આચાર્ય દ્વારા તેમના રૂમમાં બોલાવીને વિદ્યાર્થિની સાથે અડપલાં કરતાં હોવાની વાતો એકબીજા સાથે કરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓ જ્યારે બીજી વિદ્યાર્થિનીને આ ઘટના અંગે વાત કરી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આ વાત સાંભળી લીધી. ત્યાર બાદ આ વાત શિક્ષિકાઓ સુધી પહોંચાડવામાં આવી. વિદ્યાર્થિનીઓને આ પ્રકારની વાત કરતાં સાંભળી શિક્ષિકાએ કેટલીક વિદ્યાર્થિનીઓનો સંપર્ક કરીને તેમને પૂછતાં તેમણે પણ શિક્ષિકાને સમગ્ર વાત કહી. શિક્ષિકા પણ આ સમગ્ર ઘટનાક્રમ સાંભળીને અવાક થઈ ગઈ.નરેણ આશ્રમશાળામાં છેલ્લાં દસ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ નાથુ પટેલ ઘણી વખત પોતાના શિક્ષકો સાથે પણ યોગ્ય વર્તન ન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે તેમજ વિદ્યાર્થીઓ પર પણ સતત ધાક જમાવવાનો પ્રયાસ કરતો હતો. આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ ઉપર તો ઘણા બધા પ્રતિબંધો હતા, પરંતુ શિક્ષકો પર પણ આચાર્ય ખાસ નજર રાખતો હતો. કોઈપણ શિક્ષક તેમની સામે દલીલ ન કરે એવો પ્રયાસ કરતો હતો.લંપટ આચાર્ય એક તરફ વિદ્યાર્થીઓ કામ વગર એક બાજુથી બીજી બાજુ રખડતા ન રહે એ માટે પણ ટકોર કરતો, તો બીજી બાજુ પોતાના રૂમમાં વિદ્યાર્થિનીઓને બોલાવવામાં ક્યારે પણ સંકોચ અનુભવતો નહીં.
આ પ્રિન્સિપાલનો એટલો તો ખૌફ હતો કે જે પણ વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવે તો તેણે તરત જ દોડીને પહોંચી જવું પડતું હતું. માત્ર એટલું જ નહીં, બહાર આવીને આચાર્યે તેમની સાથે શું કર્યું એ અંગે હરફ ઉચ્ચારવાની પણ કોઈની હિંમત થતી નહીં. .નરેણ આશ્રમશાળામાં કુલ 177 વિદ્યાર્થી છે. જેમાંથી 80 વિદ્યાર્થીનીઓ છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિન્સિપાલે મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. પોલીસે પીડિતા તરીકે ચાર વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લાં 10 વર્ષથી આશ્રમશાળાના ફરજ બજાવતો હતો. છેલ્લા એક વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો. જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓની છેડતી કરવનું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસને શંકા છે. વિગતે અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો….
આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી આશ્રમ શાળામાં મોટેભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આદિવાસી વિદ્યાર્થિનીઓ સાથે આ રીતે શારીરિક અડપલા થતાં આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. આશ્રમ શાળામાં ગરીબ આદિવાસીના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગુરુ સમાન હેવાન નરાધમે નિમ્ન કૃત્ય કરતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ પોલીસે નરાધમ આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ નવસારીના કબીલપોરના યોગેશ નાથુભાઈ પટેલ વર્ષ 2003થી માંડવી તાલુકામાં આવેલી આશ્રમશાળામાં જોડાયા હતા. 2013થી આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા. તેમના દ્વારા આશ્રમમાં ભણતી બાળાઓને અવારનવાર પોતાના અંગત કામ માટે બોલાવી કામ સોંપણી કરતા હતા અને તે દરમિયાન છોકરીઓ સાથે અડપલાં કરતો હતો. જેનાથી ત્રાસેલી છોકરીઓએ ગૃહ માતાને જાણ કરી હતી અને તેના દ્વારા આશ્રમ શાળાના અધિકારીને આ માહિતી આપવામાં આવી હતી.આચાર્ય યોગેશ પટેલ અલગ અલગ છોકરીઓની ટીમ બનાવી પોતાના કપડાં ધોવા કે શરબત બનાવી આપવા માટે બોલાવતો હતો. અમુક છોકરીઓને મોકલી આપી હાજર છોકરીઓ સાથે અડપલાં કરતો હતો. જેનો ભોગ બનેલી અમુક છોકરીઓએ હિંમત દાખવી પોતાની સાથે થયેલા કૃત્ય અંગે માહિતી આપી હતી. અત્યારસુધીમાં ત્રણ જેટલી છોકરીઓએ આ અંગે માહિતી આપી છે.આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે. બનાવ 24 જુલાઈનો છે. આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થિનીઓને શાળામાં પોતાના રૂમમાં બોલાવી છેડતી કરી હતી. ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી હતી. છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કર્યું હતું. .
આ પણ વાંચો: સુરતમાં BRTS બસે સર્જયો અકસ્માત
આ પણ વાંચો: સુરતથી રાજકોટ જતી LCBની ટીમને નડયો અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત
આ પણ વાંચો: રાજકોટ, આણંદ અને સુરતમાં અકસ્માતઃ એકનું મોત
