આદિવાસી પંથક એવા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર શિક્ષણ જગત કલંકિત થયું છે અને બાળકોને જ અભ્યાસ આપતા શિક્ષકો દ્વારા જે કરવામાં આવ્યું તેનાથી અનેક સવાલો ઉભા થયા છે.
ભારતીય સંસ્કૃતિમાં એક શિક્ષકને ગુરુ સમાન માનવામાં આવે છે અને તેઓનો દરરજો માં અને પિતા કરતા પણ મોટો માનવામાં આવે છે. પરંતુ આ દરરજાને કલંક લાગે એવો કિસ્સો સામે આવ્યો છે.
હકીકતમાં, સંખેડા ગુંડેર પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકોને ભણાવવા માટે આવતા હોય છે, પરંતુ આ ગામની સ્કૂલમાં શિક્ષકો દારૂની મહેફિલ માણતા ગામના લોકોએ ઝડપી પાડ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
વીડિયોમાં જોઇ શકાય છે કે, દારૂ પીધેલી હાલતમાં આ બંને શિક્ષકોએ પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરતા તેઓ હોંશ હવાસ ખોઈ બેઠા હતા. એક શિક્ષક તો કલાસ રૂમમાં જ સુઈ ગયો હતો. તો બજી તરફ ચારેતરફ દારૂની બોટલો જોવા મળી રહી છે. બંને શિક્ષકો નશામાં ધૂત છે, અને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ
