Not Set/ જુઓ,આજની હેડલાઈન

  12:30pm વડોદરા: આજવા રોડ પર આવેલી બાંધકામની સાઇટ પર આવકવેરા વિભાગ દ્રારા  સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગ્રુપ પર આવકવેરા વિભાગ સપાટો બોલાવ્યો હતો. જેમાં અનંત ગ્રુપ અને હાથી ગ્રુપ પર IT વિભાગ દ્રારા  કાર્યવાહી  હાથ ધરી હતી. ——————————————————————————————————અમદાવાદ: 2018નું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ આજે જોવા મળશે. વિક્રમ સંવત ૨૦૭૪નું ચંદ્રગ્રહણ જે 3 કલાક ૨૪ મિનિટ સુધી […]

Gujarat

 

12:30pm

વડોદરા: આજવા રોડ પર આવેલી બાંધકામની સાઇટ પર આવકવેરા વિભાગ દ્રારા  સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગ્રુપ પર આવકવેરા વિભાગ સપાટો બોલાવ્યો હતો. જેમાં અનંત ગ્રુપ અને હાથી ગ્રુપ પર IT વિભાગ દ્રારા  કાર્યવાહી  હાથ ધરી હતી.

——————————————————————————————————અમદાવાદ: 2018નું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ આજે જોવા મળશે. વિક્રમ સંવત ૨૦૭૪નું ચંદ્રગ્રહણ જે 3 કલાક ૨૪ મિનિટ સુધી નિહાળી શકાશે.આ ચંદ્રગ્રહણ નરી આંખે નિહાળી શકાશે. આજનું ચંદ્રગ્રહણ ભારતમાં ૧૫૨ વર્ષ બાદ બ્લ્યુ રંગનો ચંદ્રગ્રહણ જોવા મળશે.ચંદ્રગ્રહણનો સમય સાંજે ૬.૨૨થી રાત્રે ૭.૩૮ સુધી ગ્રહણ જોઇ શકાશે. ૧૭૬ વર્ષ બાદ પુષ્યનક્ષત્ર અને ચંદ્રગ્રહણનો વિશેષ આજે યોગ સર્જાશે.

——————————————————————————————————સુરેન્દ્રનગર: લેહ-લદ્દાખમાં આર્મીનો જવાન શહીદ છે. બીએસએફના જવાન લવજીભાઈ મકવાણાના હીમવર્ષાના કારણે શહીદ થયો હત. આ જવાન ચુડા તાલુકાના વતની હતો. શહીદના છતરીયાળા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આર્મીના જવાનો દ્વારા શહીદને સલામી આપવામાં આવશે

——————————————————————————————————ગોંડલ: રામરાજ્ય મગફળીના ગોડાઉન ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં 2 લાખ ગુણી મગફળી રાખવામાં આવી હતી.જેની કિંમત 35 કરોડની મગફળીનો જથ્થો  હતો. જે આગમાં ખાખ થયો હતો. આગ છેલ્લા 12 કલાકથી બેકાબૂ લાગેલી છે.

——————————————————————————————————બનાસકાંઠા: ધાનેરા પાસે ચેકપોસ્ટ પરથી ફરી એક વાર દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ છે. જેમાં વિદેશી દારૂ સહિત 25.37 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરતા ટ્રક સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.