રાજકોટના સહકાર મેઈન રોડ પર 2 બાળકો ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટની શ્રદ્ધા સ્કૂલમાં અભ્યાસ કરતા ઋષિકેશ અને દર્શન બંને સગાભાઈઓ ગુમ થયા છે. સવારે સાત વાગ્યે બંને સાગા ભાઈઓ સ્કૂલે જ પહોંચ્યા નથી.
ઋષિકેશ ધોરણ 7માં અભ્યાસ કરે છે અને દર્શન ધોરણ 6 માં અભ્યાસ કરે છે. પરિવારના સભ્યોએ બાળકોની શોધખોળ હાથ ધરી છે. માલવીયનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારના સભ્યોએ માલવીયનગર પોલીસે સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરી છે.
જો કે હજી સુધી બાળકોની કોઈ ભાળ મળી નથી. આ બાળકોની માતા રસ્મિબેન સોમપુરા વિધવા છે તેઓ પોતાના પિયરમાં રહે છે. પરિવારના કહેવા પ્રમાણે ઋષિકેશ અને દર્શન સ્કૂલેથી સાથે સાયકલમાં નીકળ્યા હતા. જો કે ઘરે પરત આવ્યા નથી. સાયકલ શહેરના ગોંડલ રોડ ગુરુકુલ પાસેથી મલી છે.

ઉલ્લેખનીય છે કે ઋષિકેશ સાયકલ લઇને સ્કૂલે જાય છે અને દર્શન સ્કૂલવાનમાં સ્કૂલે જાય છે. પોલીસની સમગ્ર તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાળકાના રૂમમાં મુબંઈ જવાનો નકશો મળી આવ્યો હતો જેમાં હેપ્પી જરની લખ્યું હતું જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખની છે કે આ બાળકોની દાદી મુંબઈ રહે છે જેથી તે ત્યાં ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
