Surendranagar News/ મગફળીનાં ગોડાઉનમાં આગઃ 10 કલાકથી વધુ સમય વિતવા છતાં આગ બેકાબુ, વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી

થાનગઢમાં મગફળીનાં ગોડાઉનમાં લાગેલી આગ બેકાબૂ બની છે, હજી 10 કલાકથી વધુ સમય થયો છતાં આગ ઓલવાઈ નથી, આજુબાજુના શહેરોમાં વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

Top Stories Gujarat Others Breaking News
Yogesh Work 2025 03 06T204321.198 મગફળીનાં ગોડાઉનમાં આગઃ 10 કલાકથી વધુ સમય વિતવા છતાં આગ બેકાબુ, વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી

Surendranagar News : સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીનાં ગોડાઉનમાં લાગેલી આગ બેકાબૂ બની છે. 10 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ હજી કાબૂમાં નથી આવી. થાનગઢ, લીંબડી, રાજકોટ અને ધ્રાંગધ્રા સહિતના ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાના પ્રયાસો કરી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આ ઘટના બની હતી. માહિતી મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને FCIના વેરહાઉસમાં રાખવામાં આવી હતી. આ આગમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને રાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં થાનગઢ અને ચોટીલાની ફાયરની ટીમો દ્વારા આ વિકરાળ આગને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગની આ ઘટના બાદ લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા છે. થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની ટીમોએ જેસીબી અને અન્ય સાધનોની મદદથી વેરહાઉસની દિવાલ અને બે શટર તોડી નાખ્યા છે અને આ ભીષણ આગને બુઝાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બે કલાકની મહેનત બાદ આગ પર મોટા પ્રમાણમાં કાબુ મેળવાયો છે. આગની ઘટના બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને અકસ્માત ટળી ગયો હતો, કારણ કે સવારનો સમય હતો અને વેરહાઉસમાં કોઈ હાજર નહોતું.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હશે. આગે ગોડાઉનમાં રાખેલી મગફળીના મોટા ભાગને નુકસાન પહોંચાડ્યું છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મગફળીને મોટું નુકસાન થયું છે.

@ Sachin Pithava


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ