Not Set/ J&K/ પુલવામાનાં અવંતિપોરા ખાતે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક સેના જવાન અને SPO શહીદ

જમ્મુ કાશ્મીરનાં પુલવામા ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં આ એન્કાઉન્ટર અવંતિપોરામાં ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર બપોરે 12:15 વાગ્યે શરૂ થયો હતો. આ એન્કાઉન્ટરમાં જે નવીનતમ માહિતી મળી છે તે મુજબ સેનાનો એક જવાન શહીદ થયો છે. આ […]

Top Stories

જમ્મુ કાશ્મીરનાં પુલવામા ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં આ એન્કાઉન્ટર અવંતિપોરામાં ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર બપોરે 12:15 વાગ્યે શરૂ થયો હતો. આ એન્કાઉન્ટરમાં જે નવીનતમ માહિતી મળી છે તે મુજબ સેનાનો એક જવાન શહીદ થયો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસનાં એસપીઓનું પણ મોત નીપજ્યું છે.

આપને જણાવી દઈએ કે, આ એન્કાઉન્ટર મંગળવારે બપોરે 12.15 વાગ્યે શરૂ થયો હતો. સુરક્ષા દળોને આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ મળ્યા હતા. માહિતી મળતાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશનમાં સૈનિકોને નજીક આવતા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી હતી જેમાં એક સૈનિક અને એક એસપીઓ ઘાયલ થયા હતા જેમનું પાછળથી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે, સોમવારે પુલવામાનાં શોપિયાંમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી જેમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. શોપિયાંમાં એક મકાનમાં ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. લગભગ બે કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ 12 જાન્યુઆરીએ પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓમાં ઉમર ફૈયાઝ લોન (હિઝબુલ મુજાહિદ્દીન), આદિલ બશીર મીર (હિઝબુલ મુજાહિદ્દીન) અને ફૈઝાન હિજેદ ભટ (જૈશ-એ-મોહમ્મદ) શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.