Not Set/ ગોંડા/ સરયૂ નદીમાં બોટ પલટી જતા એક શિક્ષકનું મોત, 20 થી વધુ લોકો ગુમ

ગોંડા જિલ્લાના ઉમરીબેગમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરયૂ નદીમાં બોટ પલટી જતા 20 થી વધુ લોકો લાપતા થયા છે. જ્યારે એક શિક્ષકનું મોત નીપજ્યું છે. અકસ્માત અંગેની માહિતીથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં શિક્ષક સંદીપ ગુપ્તાનું મોત નીપજ્યું હતું. બાતમી મળતાં એસઓ મહાવીર સિંહ ઉમરીબેગમગંજ પોતાની ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. […]

India

ગોંડા જિલ્લાના ઉમરીબેગમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરયૂ નદીમાં બોટ પલટી જતા 20 થી વધુ લોકો લાપતા થયા છે. જ્યારે એક શિક્ષકનું મોત નીપજ્યું છે. અકસ્માત અંગેની માહિતીથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અકસ્માતમાં શિક્ષક સંદીપ ગુપ્તાનું મોત નીપજ્યું હતું. બાતમી મળતાં એસઓ મહાવીર સિંહ ઉમરીબેગમગંજ પોતાની ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસઓ મહાવીર સિંહે જણાવ્યું કે મૃતક શિક્ષકની ડેડબોડી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. પાણીમાં વધુ લોકોની શોધ કરવામાં આવી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એલી માળા વિસ્તારના પીપા બ્રિજ પાસે બોટ પલટી ગઈ  હતી ત્યારે શિક્ષક સહિત 20 થી વધુ લોકો નદી પાર કરી રહ્યા હતા. જેના કારણે હંગામો થયો હતો. ગામલોકોની મદદથી શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.