Surat News: ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch)ને મોટી સફળતા મળી છે. વડોદરાના હાઈપ્રોફાઈલ એમ.ડી. ડ્રગ્સ કેસ (MD Drugs Case)માં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી શુભમ ઉર્ફે ‘લક્કી’ને સુરતના પીપલોદ વિસ્તારમાંથી ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો છે.
MD Drugs Case:વડોદરા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો
મળતી માહિતી મુજબ, વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 95 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કેસ (MD Drugs Case)માં શુભમ સંજય ચૌબે મુખ્ય વોન્ટેડ આરોપી હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે ₹9.50 લાખ હોવાનું સામે આવ્યું હતું. આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો અને વારંવાર પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે આરોપી હાલ સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં છુપાયેલો છે. જેના આધારે પોલીસે પ્રગતિ એપાર્ટમેન્ટ નજીક વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં પહોંચતા જ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઘેરી લઈને ફિલ્મી અંદાજમાં ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીનું મૂળ નામ શુભમ સંજય ચૌબે છે, પરંતુ તે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ-અલગ નામોથી ઓળખાતો હતો. ગુનાહિત દુનિયામાં તે શુભમ, સંદીપ, આદિત્ય અને ‘લક્કી’ નામે ઓળખાતો હતો.
તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપી ડ્રગ્સ (MD Drugs Case)ના ધંધામાંથી મળતા નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે પોતાની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તાના અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ રીતથી તે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો.
હાલ મમતા ગુપ્તા ફરાર છે અને પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. આરોપી શુભમ ચૌબે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ ટાળતો હતો જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ન કરી શકે. તે વારંવાર રહેણાંક સ્થળો બદલતો રહેતો હતો અને અલગ-અલગ ઓળખનો ઉપયોગ કરીને છુપાઈને રહેતો હતો.
ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો અપરાધી છે. તેની સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેની પાસેથી વધુ વિગતો મેળવવા માટે પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ડ્રગ્સ નેટવર્કના કનેક્શન તપાસી રહી છે. ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સ (MD Drugs Case)ના જાળ સામે પોલીસ વધુ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ડ્રગ્સ ફ્રી સુરત અભિયાન! પુણા પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને લાખોનો ગાંજો સાથે 4 શખ્સોને દબોચ્યા
આ પણ વાંચો:સુરતના વેસુમાં હની ટ્રેપ કૌભાંડ, મુંબઈ લઈ જઈ વેપારીને ડ્રગ્સ આપી ₹5.04 કરોડની મિલકત હડપ
આ પણ વાંચો:મુંબઈથી સુરત MD ડ્રગ્સ લાવતી મહિલા ઝડપાઈ, 65.430 ગ્રામ MD સાથે ધરપકડ
