Not Set/ સુરતમાં માસ્ક ન પહેરવા પર બબાલ, SMS અધિકારીની દાદાગીરીનો વીડિયો વાયરલ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાને લઇને રાજ્યભરમાં માસ્કને ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ જ માસ્ક સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી અને સ્થાનિકો વચ્ચે થતા ઘર્ષણનું નવુ કારણ પણ બની ગયુ છે. અહી મહાનગર પાલિકાનાં કર્મચારીએ એક યુવક સાથે માસ્ક માટે બબાલ કરી હતી. બબાલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ […]

Gujarat Surat

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાને લઇને રાજ્યભરમાં માસ્કને ફરજિયાત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ જ માસ્ક સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી અને સ્થાનિકો વચ્ચે થતા ઘર્ષણનું નવુ કારણ પણ બની ગયુ છે.

અહી મહાનગર પાલિકાનાં કર્મચારીએ એક યુવક સાથે માસ્ક માટે બબાલ કરી હતી. બબાલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને જેના કારણે અધિકારી ચર્ચામાં આવી ગયા છે. આપને જણાવી દઇએ કે, બાઇક ચલાવનાર યુવકે માસ્ક પહેર્યું હતું પરંતુ તેમની પાછળ બેઠેલા યુવકનું માસ્ક હવાનાં કારણે નીચે સરકી ગયુ હતુ અને બસ આ જ વાત પર અધિકારીથી સહન ન થયુ. તેમણે બાઇક ચાલકને ઉભો રાખ્યો અને દાદાગીરી કરવા લાગ્યા. મળી રહેલી માહિતી અનુસાર તેમણે હાથમાં ડંડો લીધો હતો અને મોઢે અભદ્ર શબ્દો સાથે દંડ વસુલવા લાગ્યા. જો કે અહી બાઇક ચાલકથી અભદ્ર ભાષા સહન ન થઇ. તેણે ડર્યા વિના આ અધિકારીને પોતાની ડ્યુટી સમજાવી. આ સમગ્ર વિવાદનો વીડિયો હાલમાં ચર્ચાનો  વિષય બન્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.