Gandhinagar News: રાજ્યના બે જુદાં-જુદાં અકસ્માતમાં બેના મોત થયા છે. બનાસકાંઠાના થરાદ પાસે અને જૂનાગઢમાં વંથલી હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને અકસ્માતમાં એક-એકના મોત થયા હતા.
બનાસકાંઠાના થરાદ પાસે સર્જાયેલા અકસ્માતમાં ખોડા સાચોર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર અને ટ્રક સામસામા અથડાતાં એકનું મોત થયું હતું. અકસ્માતના પગલે તરત જ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો દોડી આવ્યા હતા.
બે વાહનો અથડાતા ભારે ધડાકો થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. સામસામી ગાડી અથડાતા લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. લોકોનું કહેવું હતું કે રાજસ્થાનના રસ્તેથી આવનાર ગાડીચાલક નશો કરીને ચલાવતો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિકોએ બચાવકાર્ય કરતાં ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના પગલે 108 દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને ઘટનાસ્થળે સારવાર આપી હતી. ફાયર બપ્રિગેડને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢ-વંથલી હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયું હતું. શાપુર ચોકડી નજીક બનેલા આ બનાવમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું હતું. 36 વર્ષીય રણજીત દિનેશ બાબરીયાનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
