gujrat news/ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનો સિલસિલો યથાવત

હાલ દિવસેને દિવસે ફૂડ સેફટી પર સવાલો ઉભા થઇ રહ્યા છે ક્યાંક ફૂગ તો ક્યાંક પથ્થર તો ક્યાંક ખાવામાં જીવાત નીકળવાની ઘટના રોજબરોજ સામે આવતી હોય છે.

Top Stories Gujarat Breaking News

Gujrat News: હાલ દિવસેને દિવસે ફૂડ સેફટી પર સવાલો ઉભા થઇ રહ્યા છે ક્યાંક ફૂગ તો ક્યાંક પથ્થર તો ક્યાંક ખાવામાં જીવાત નીકળવાની ઘટના રોજબરોજ સામે આવતી હોય છે ત્યારે સીંધુંભવન રોડ પર આવેલ રેસ્ટોરન્ટમા ગ્રાહકના ખાવામાં પથ્થર નીકળવાની ઘટના સામે આવી છે. જેનું નામ Do bros રેસ્ટોરન્ટ છે. જ્યાં ગ્રાહકના ખાવામાં પથ્થર નીકળતા ગ્રાહકે  આ મામલે કોર્પોરેશનમાં ફરિયાદ કરી  હતી.

બનાસકાંઠામાં પણ અલગ અલગ 13 પેઢીઓને દંડ ફટકારાયો છે.જ્યાં માવો, પામ ઓઇલ, લુઝ પનીર અખાદ્ય નીકળ્યા હતા તેમજ વેજ મંચુરિયનમાં સિન્થેટિક કલર મળ્યો હતો આ સિવાય લુઝ ઘીમાં પણ ફોરેન ફેટ મળ્યું હતું. આપને જણાવી દઈએ કે ગત વર્ષે લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે 13 કેસોમાં 61 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

પાલનપુર ફૂડ સેફટી વિભાગ દ્વારા ગત વર્ષે લેવાયેલા જે સેમ્પલ મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા તેમના કેશો ડેડીગ્રેટેડ ઓફિસર અને નિવાસી કલેકટર દ્વારા ચલાવાયા હતા જેમાં 13 કેસોમાં 61 લાખનો દંડ કરાયો છે.અને મિનરલ પાણી લુઝ માવો પામ ઓઇલ સોયાબીન ઓઇલ અને લુઝ પનીર ખાવા લાયક ના નીકળ્યા.

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો જારી છે. ત્યારે આ પહેલા પણ  માં વસ્ત્રાલની એક રેસ્ટોરન્ટની દાળફ્રાયમાં જીવાત નીકળી હતી . આ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનમાં મચ્છર નીકળી શકે છે.

આ બતાવે છે કે મોંઘી રેસ્ટોરાન્ટમાં આરોગ્યનું જોખમ છે. વસ્ત્રાલ રિંગ રોડ પાસે સિટી રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટ સ્વચ્છતામાં બેદરકારી રાખતી હોવાનું સામે આવ્યું હતું . આ પ્રકારના આહારના લીધે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત

આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ

આ પણ વાંચો:હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતા ગ્રાહક બગડ્યો