સમગ્ર વિશ્વ કે રાજયમાં આગના કેસવધુ જોવા મળી રહયા છે. ક્યારેક એવી ગંભીર આગ હોય છે કે જેમાં લખો કોરોડોનું નુકશાન થતું હોય છે તો કયારેક આગમાં લોકોના મોત પણ થતાં હોય છે . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એક BMW શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 40 વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આ આગ નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં લાગી હતી. જોકે જાનહાની કે જાનહાનિ થઈ ના હોવાનું જાણવા મળ્યું છે .
આ પણ વાંચો ;ગુજરાત / રાજકોટમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડતાઇમરજન્સી-ઓપીડી સેવા ખોરવાઈ
મહત્વનુ છે કે આગને કાબૂમાં લેવા માટે છ કલાકનો સમય લાગ્યો હતો , આગ ઝડપથી ફેલાતી જોઈને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે ત્યાં પહોંચી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવામાં લગભગ છ કલાકનો સમય લાગ્યો હતો. જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા અનેક મોંઘા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :બોગસ તબીબોનો રાફડો / સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષમાં 30 જેટલા બોગસ મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયા
આ પણ વાંચો ;થાપના દિવસ / ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ
આ પણ વાંચો ;અમદાવાદ / રત્નમણિ મેટલ્સને ત્યાંથી IT વિભાગને 500 કરોડથી વધુ કરચોરી અને અનેક બેનામી પ્રોપર્ટી લાગી હાથ
