આવકવેરા કાયમી ખાતા નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તે 30 સપ્ટેમ્બર 2021 હતું. કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગને આધાર નંબરની માહિતીની સમયમર્યાદા છ મહિના વધારી દેવામાં આવી છે.
The time limit for intimation of Aadhaar number to the Income-tax Department for linking of PAN with Aadhaar has been extended from Sept 30, 2021 to March 31, 2022: Government of India
— ANI (@ANI) September 17, 2021
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી વધારી હતી. આ સિવાય સરકારે શુક્રવારે આવકવેરા કાયદા હેઠળ દંડની પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 માર્ચ 2022 કરી છે.
પ્રિવેન્શન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ, 1988 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા નોટિસ અને ઓર્ડર આપવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે.
