Not Set/ હરિયાણામાં વધુ એક બાબા વિરુદ્ધ યૌન શોષણનો કેસ, વિડીયો વાયરલ થયા બાદ આરોપી ગાયબ

હરિયાણા, બાબા રામ રહીમ અને આસારામ બાપુ પછી હરિયાણામાં વધુ એક બાબા વિરુદ્ધ મહિલાઓનું જાતીય શોષણ અને સગીર સાથે કથિત રીતે બળાત્કારની ફરિયાદો નોંધાઈ છે. આક્ષેપો મુજબ, હરિયાણાના ગુરુગ્રામમાં બહેડા કલા ગામના બાબા જ્યોતિગીરી મહારાજ અનેક મહિલાઓ સાથે જાતીય શોષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે. બાબા જ્યોતિગિરી મહારાજના […]

India

હરિયાણા,

બાબા રામ રહીમ અને આસારામ બાપુ પછી હરિયાણામાં વધુ એક બાબા વિરુદ્ધ મહિલાઓનું જાતીય શોષણ અને સગીર સાથે કથિત રીતે બળાત્કારની ફરિયાદો નોંધાઈ છે. આક્ષેપો મુજબ, હરિયાણાના ગુરુગ્રામમાં બહેડા કલા ગામના બાબા જ્યોતિગીરી મહારાજ અનેક મહિલાઓ સાથે જાતીય શોષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે.

બાબા જ્યોતિગિરી મહારાજના તમામ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે પોલીસે ફરિયાદ નોંધી છે અને હવે ગુરુગ્રામ પોલીસના સાયબર સેલ વીડિયોની તપાસ કરી રહ્યાં છે. આ કેસમાં વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

આશ્રમથી બાબા ગાયબ  

આ વીડિયો વાયરલ થયા પછી બાબા તેમના આશ્રમથી ગાયબ થઈ ગયા છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે બાબા આશ્રમમાં આવતી મહિલાઓ અને યુવતીઓ સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો, અને અત્યાર સુધીમાં ડઝનેક બાળકો સાથે જાતીય શોષણ કરી ચૂક્યો છે. આ કેસમાં ફરિયાદ કરનારી મહિલા પણ પીડિત છે જેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી ફરિયાદની એક કોપી રાષ્ટ્રીય મહિલા આયોગ, હરિયાણા મહિલા આયોગ અને તમામ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.

આરોપી જ્યોતિગિરી મહારાજ વિશે કહેવામાં આવે છે કે તે પહેલા આઈએએસ હતો અને ત્યારબાદ તે બેરાગી બન્યો હતો. જો કે, આની પુષ્ટિ થઈ નથી. આ બાબા દેશભરમાં અનેક જગ્યાએ આશ્રમો ધરાવે છે. તે હરિયાણામાં બાબા ગોશાળા પણ ચલાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.