ખુબ ચર્ચા અને ઘર્ષણમાં રહેલા અને સરકાર અને ખાસ કરી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કડક હાથે અમલકરાવતા નિયમ પર આજે સુપ્રીમ આદેશ આવી ગયો છે. અને સુપ્રીમ કોર્ટ દ્વાર આ મામલે ગ્રહાકો અને મોલ માકિલો બનેંને સાંચવી લેવામાં આવ્યા હોત તેવો આદેશ હાલ તુરંત કરવામાં આવ્ય છે.
મોલ અને મલ્ટીલ્પેક્સમાં ફ્રી પાર્કિગને લઈને મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકો SCનાં શરણે પહોંચ્યા હતા. અને સુપ્રીમ દ્વારા આ મામલે આજે મોલ અને મલ્ટીલ્પેક્સમાં ફ્રી પાર્કિગને મામલે મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકોને વચગાળાની રાહત આપી દીધી છે. તો સાથે સાથે ગ્રાહકો અને પાર્કિગ કરનારને પણ નારાજ થવાનો મોકો સુપ્રીમે નથી આપ્યો. વચલો રસ્તો કાઢતા સુપ્રીમ દ્વાર આ મામલે આદેશ કરવામાં આવ્યા છે કે,મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકો 1 કલાક ફ્રી પાર્કિંગ સેવા આપ્યા બાદ પાર્કિંગ ચાર્જ વસુલી શકશે. સુપ્રીમ દ્વારા વધારાનાં સમય માટે પાર્કિગ ચાર્જ લેવાની પરવાનગી આપવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આ મામલે ગુજરાત પોલીસ દ્વારા માર્ગદર્શીકા પર મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટમાં ઘા નખવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્રારા ગ્રહાકોની ફેવર કરી પાર્કિંગ ચાર્જ ન વસુલવાનો મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકોને આદેશ કરવામાં આવ્યો હતો. તો આજે સુપ્રીમે હાઇકોર્ટનાં પાર્કિંગ ચાર્જ ન લેવાના ના ચુકાદાને રોક લગાવી દેતા આવો આદેશ કર્યો હતો.
સુપ્રીમ દ્વારાએ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, મોલ અને મલ્ટીલ્પેક્સ સંચાલકો વધારાનાં સમય માટેનાં પાર્કિંગનાં ટુ વ્હીલરના રૂ 10 અને ફોર વ્હીલરના રૂ. 30 થી વધુ નહિ લઇ શકે. આમ હવે થી કોમર્શિયલ મોલ મલ્ટીલ્પેક્સ માં પાર્કિંગ ચાર્જ લેવાશે અને
આ ચુકાદોની રાજ્યના તમામ મોલ મલ્ટીલ્પેક્સ ને લાગુ પડશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
