ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. કોરોના વાઇરસના નવા એપી સેન્ટર તરીકે રાજકોટ ઉભરીને બહાર આવી રહ્યું છે. રાજકોટમાં ઘણા રાજકીય નેતા અને અધિકારીઓ અને ફ્રન્ટ લાઇન વોરિયર એવા ડોક્ટર કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. ત્યારે હવે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. જો કે હજુ સત્તાવાર સમર્થન ની રાહ જોવાઇ રહી છે.
નોધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ ખાતે કોરોનનો વિસ્ફોટ થયો છે. એક પછી એક અધિકારી અને નેતા કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે રાજકોટ કલેક્ટર કોરોના ગ્રસ્ત બનતા ટંટર્માં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નોધનીય છે કે, રાજકોટ ખાતે ભાજપના રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમનું આખું પરિવાર કોરોનની ચપેટમાં આવી ગયું હતું. અને હાલમાં અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમણે વેન્ટિલેટર પર રાખવામા આવ્યા છે. તો ધારાસભ્ય અરવિંદ રૈયાની પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. રાજકોટ વર્તમાન મેયર અને તેમના પતિ અને પૂર્વ મેયર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
