Rajkot News: ઇરાનની સામે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધથી સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર તેની વિપરીત અસર પડી છે. સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી કેટલાય ઉદ્યોગો અને તેના ઉત્પાદનોની મધ્યપૂર્વમાં નિકાસ થાય છે. તેમા પણ ખાસ કરીને એન્જિનિયરિંગ ઉત્પાદનોની મોટાપાયા પર નિકાસ થાય છે. હાલમાં ચાલતા યુદ્ધના કારણે ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે અને તેના કારણે સૌરાષ્ટ્રની મધ્યપૂર્વ અને યુરોપમાંથી થતી નિકાસ અટકી ગઈ છે.
સૌરાષ્ટ્રમાંથી મુખ્યત્વે ખેતીવાડીના ઓજાર, ઓટોપાર્ટ્સ અને અન્ય નિકાસ પર પણ અસર પડી છે. સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ એસોસિયેશનના વડાનું કહેવું છે કે યુદ્ધ લાંબુ ચાલ્યું તો ઉદ્યોગ વેપાર પર વિપરીત અસર પડશે. સરકારે તેના માટે આગામી દિવસોમાં કોઈ બેલઆઉટ પેકેજ આપવું પડે તો પણ આશ્ચર્ય નહી થાય. યુદ્ધની વર્તમાન સ્થિતિ અને ઇરાન જે રીતે મચક આપી રહ્યું નથી તે જોતાં લાગે છે કે યુદ્ધ લાંબુ ચાલી શકે છે. તેના કારણે લાંબા સમય સુધી હોર્મુઝની ખાડી બંધ રહી શકે છે.
આ યુદ્ધની અસરોનો અભ્યાસ કરવા અને આગામી દિવસોમાં તેની સ્થિતિના ઉકેલ માટે સૌરાષ્ટ્રના એન્જિનિયરિંગ એસોસિયેશનની બેઠક પણ મળી શકે છે અને તે ઉદ્યોગો પર પડેલી અને પડનારી અસરોનો અહેવાલ બનાવીને સરકારને પણ સુપ્રદ કરી શકે છે, જેથી તેના પરથી સરકારને નિર્ણય લેવામાં મદદ મળે. તેના પગલે સરકાર સુનિશ્ચિત કરી શકે કે તેણે જરૂર પડે તો ઉદ્યોગોને કેટલી રાહત આપવી.
આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા
આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો
આ પણ વાંચો: Rajkot News/ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા
