ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનને કાબુમાં લેવા માટે વિવિધ નિયંત્રણો લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે વિવિધ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે કરોડો રૂપિયાના આંધણ બાદ વાઇબ્રન્ટ ગુજરાત અને ફ્લાવર શો જેવા મોટા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારની કેટલીક કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ ની શરૂઆત પણ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા માટે DEO કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કામ અર્થે હવે DEO કચેરીમાં નહીં જવું પડે. સ્કૂલોની વહીવટી કામગીરી ઓનલાઈન કરાશે. શહેરની 2000 જેટલી શાળાના કામ ઓનલાઇન કરવામાં આવશે. વાલીની ફરિયાદ પણ ઓનલાઇન ઈમેલથી જ સ્વીકારાશે.
જો DEO કચેરીમાં કામકાજ ઓનલાઈન થઈ શકે તો વિધાર્થી કે આવતીકાલ ભવિષ્ય છે, તેમના આરોગ્યનું શું. રાજ્યમાં અનેક શિક્ષકો અને વિધાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા બાદ પણ રાજ્ય સરકાર વિધાર્થીઓના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકી નથી. હાલમાં પણ વિધાર્થીઓ પોતાના જોખમે શાળાએ જઈ રહ્યા છે. જો કે હવે મોટા ભાગણ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાના વિરોધમાં છે.
શિક્ષણજગત સાથે જોડાયેલા સૌ કોઇ સરકારને અપીલ કર રહ્યા છે. નગર પ્રા.શિક્ષક સંઘે પણ પત્ર લખી ઓનલાઇન શિક્ષણ ની માંગ કરી છે. જો ઓફલાઇન શિક્ષણ ચાલુ રહ્યું તો બાળકો અને શિક્ષકોમાં સંક્રમણ વધી શકે છે. કોરોના સંક્રમણની સુપરફાસ્ટ સ્પીડથી શિક્ષણવિદોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
જ્યારે શાળા સંચાલક મંડળ અને વાળી મંડળો દ્વારા ફરીએકવાર ઓનલાઈન કલાસ ચાલુ કરવા માટે અનેક વાર રજૂઆત કરી ચુકી છે. પરંતુ સરકાર હજુ પણ આ અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી.
રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરે એવી શક્યતા છે. તેમજ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક યોજાઈ હતી.
ગુજરાત / સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમની હોમની શરૂઆત
આસ્થા / આવનારા 358 દિવસો સુધી આ રાશિના જાતકો પર શનિની તીક્ષ્ણ નજર રહેશે, 31 ડિસેમ્બર 2022 સુધી રહેજો સતર્ક
આસ્થા / આ રાશિના લોકો પૈસા ભેગા કરવામાં હોય છે નિષ્ણાત
ભારતીય મંદિર / 40 હજાર ટન ખડકોને કાપીને બનાવવામાં આવ્યું છે આ મંદિર, તેને બનાવવામાં લાગ્યા હતા 100 વર્ષ