Not Set/ લોકસભા ચુંટણી મતદાન : ગુજરાતમાં નોંધાયુ 63.71 ટકા મતદાન, ગુજરાતનો 2014નો 63.66 % મતદાનનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાત :  રાજ્યમાં મતદાન પ્રક્રિયા હવે પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે 371 ઉમેદવારોનું ભાવી પણ સીલ થઇ ગયુ છે. રાજ્યની કુલ 26 બેઠકો માટે થયેલા મતદાનનાં પરીણામ માટે મતદાતાઓએ 23 મેની રાહ જોવી પડશે. રાજ્યમાં મતદાન પૂર્ણ થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્તિ કર્યો હતો. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થયુ છે. […]

Ahmedabad Gujarat
EVM SEAL લોકસભા ચુંટણી મતદાન : ગુજરાતમાં નોંધાયુ 63.71 ટકા મતદાન, ગુજરાતનો 2014નો 63.66 % મતદાનનો રેકોર્ડ તૂટ્યો

ગુજરાત :  રાજ્યમાં મતદાન પ્રક્રિયા હવે પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે 371 ઉમેદવારોનું ભાવી પણ સીલ થઇ ગયુ છે. રાજ્યની કુલ 26 બેઠકો માટે થયેલા મતદાનનાં પરીણામ માટે મતદાતાઓએ 23 મેની રાહ જોવી પડશે. રાજ્યમાં મતદાન પૂર્ણ થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્તિ કર્યો હતો. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થયુ છે. મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતમાં આ વખતે મતદાન કરવામાં લોકો મોળા રહ્યા છે. ચુંટણી પંચની એપ વોટર ટર્નઆઉટ મુજબ ગુજરાતમાં 63.71 ટકા મતદાન નોંધાયુ છે.

ગુજરાતમાં બપોરે ગરમીમાં વધારો થયો હોવાના કારણે મતદાન કેન્દ્ર પર લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. વળી ઘણી જગ્યાએ ગરમીને જાકારો આપતા યુવા મતદાતાઓ ઉત્સાહ સાથે મતદાન કરવા બહાર નિકળ્યા હતા.

આજે લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત કુલ 15 રાજ્યોમાં મતદાન સંપન્ન થઇ ગઇ છે. લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કામાં કુલ 15 રાજ્યોમાં 65.58 ટકા મતદાન નોંધાયુ છે.

ગુજરાત સહિતનાં આ રાજ્યમાં કેટલુ રહ્યુ મતદાન

ગુજરાત-63.71, બિહાર-59.97, આસામ-80.74, ગોવા-72.28, જમ્મુ-કાશ્મીર-12.86, કર્નાટકા-67.28, મહારાષ્ટ્ર-58.82, કેરલા-71.18,ઓડિશા-59.06, ત્રિપુરા-79.36, ઉત્તર પ્રદેશ-61.35, પશ્ચિમ બંગાળ-79.43, છત્તીસગઢ-68.43, દાદરા એન્ડ નગર હવેલી-71.43, દમણ એન્ડ દિવ-70.76.

ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન

કચ્છ-57.33, બનાસકાંઢા-64.71, પાટણ-61.23, મહેસાણા-64.91, સાબરકાંઢા-67.03, ગાંધીનગર-64.95, અમદાવાદ પૂર્વ-60.77, અમદાવાદ પશ્ચિમ-59.82, સુરેન્દ્રનગર-57.79, રાજકોટ-63.12, પોરબંદર-56.77, જામનગર-58.49, જુનાગઢ-60.70, અમરેલી-55.73, ભાવનગર-58.41, આણંદ-66.03, ખેડા-60.32, પંચમહાલ-61.68, દાહોદ-66.05, વડોદરા-67.26, છોટાઉદેપુર-72.91, ભરૂચ-71.18, બારડોલી-72.92, સુરત-63.99, નવસારી-66.42, વલસાડ-74.09.