સુરત/ મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે શહેરોમાં ચાલતા સ્પા અને હુક્કાબાર કેટલા યોગ્ય ?

સુરતમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરી હતી. યુવતીની માતા અને ભાઈની સામે જ હત્યા બાદ તમામ સ્થાનિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat Surat
 હુક્કાબાર મહિલાઓ પર વધી રહેલા ગુનાઓને લઈ નાગરિકોએ કરી આવી માંગ 

તાજેતરમાં સુરતના કામરેજ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આશિકે ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપીને બધાની સામે જ હત્યા કરી નાખી હતી. જેના કારણે હવે વિવિધ સમાજના લોકો આ માટે સ્પા, કપલ બોક્સ અને હુક્કાબાર જેવા પ્રદૂષણને જવાબદાર ઠેરવી રહ્યા છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નર અજય તોમરને આવેદનપત્ર આપી આ તમામ બંધ કરાવવા માંગ કરી હતી.

મળતી વિગત મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરી હતી. યુવતીની માતા અને ભાઈની સામે જ હત્યા બાદ તમામ સ્થાનિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર અજય તોમરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગ્રીષ્માના પરિવારને વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત આવેદનમાં આપેલ આવેદનમાં શહેરના વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટની આડમાં ચાલતા સ્પા અને હુક્કાબાર જેવા પ્રદુષણને નાબુદ કરવા માંગ કરવામાં આવી છે. કારણ કે આ બધુ પ્રદુષણ સમાજ માટે ખતરનાક બની રહ્યું છે. સૌરાષ્ટ્ર સમાજ ઉપરાંત આંતરરાષ્ટ્રિય વિશ્વ હિંદુ પરિષદે પણ સમાજના ભ્રષ્ટાચારનો નાશ નહીં થાય તો દરોડા પાડવાની ચેતવણી આપી છે. પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેટિયા અને વિશ્વ હિન્દુ મરાઠા સંઘ, રાષ્ટ્રીય ગૌ સેવા પરિષદ જેવા સંગઠનોએ પણ દારૂ સહિતની તમામ ગેરકાયદેસર પ્રથાઓ બંધ કરવાની માંગ કરી છે.

આ સાથે જ પોલીસ કમિશનર અજય તોમરે પણ સમાજના તમામ લોકોને સાથે લઈને સુરત શહેરમાં ફરી નો ડ્રગ શરૂ કરીને તેને વધુ વેગવંતુ બનાવવાની ખાતરી આપી છે.

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

સુરક્ષામાં ચૂક / નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..