Surat News : સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં સ્ટાફને પગાર ચુકવવામાં ન આવતા હોબાળો મચ્યો છે. ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના 70થી વધુ સ્ટાફનો પગાર ચુકવવાનો બાકી છે. જેમાં ડોક્ટર, નર્સ, બ્રધર અને સફાઈ કામદારના પગાર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્રણ મહિનાથી સ્ટાફને પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે અઠવા લાઈન્સ ખાતે આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના હાલ નામ બડે દર્શ ખોટે જેવા થયા છે.
પગાર ન ચુકવાતા ટ્રાઈ સ્ટાર હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર પણ સુત્રોચ્ચારમાં જોડાયા હતા. પગાર મામલે હવે સ્ટાફ દ્વારા સિવિલ કોર્ટના દ્વાર ખકડાવવાની ચિમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગના તાલીમ વર્ગ યોજાશે
આ પણ વાંચો: ગાંધીનગરમાં BNSના નવા કાયદા હેઠળ નોંધાઇ ફરિયાદ
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બે દિવસમાં ફરીથી મળી ધમકી
