Not Set/ દિલ્હીમાં ગરમાયું રાજકારણ, BJP ઉમેદવાર ગૌતમ ગંભીરે AAP ને મોકલી નોટીસ

રવિવારે લોકસભા ચુંટણીનાં છઠ્ઠા ચરણ માટે મતદાન થવાનું છે જેમા દિલ્હીની બેઠકનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે દેશની રાજધાનીમાં BJP અને AAP પાર્ટી આમને-સામને આવી ગઇ હોય તેવો માહોલ બની રહ્યો છે. પૂર્વ દિલ્હીનાં ભાજપનાં ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીની આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી, CM કેજરીવાલ, DY.CM મનીષ સિસોદિયાને માનહાનિની […]

Top Stories India Politics
GAUTAM GAMBHIR AND ATISHI દિલ્હીમાં ગરમાયું રાજકારણ, BJP ઉમેદવાર ગૌતમ ગંભીરે AAP ને મોકલી નોટીસ

રવિવારે લોકસભા ચુંટણીનાં છઠ્ઠા ચરણ માટે મતદાન થવાનું છે જેમા દિલ્હીની બેઠકનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે દેશની રાજધાનીમાં BJP અને AAP પાર્ટી આમને-સામને આવી ગઇ હોય તેવો માહોલ બની રહ્યો છે. પૂર્વ દિલ્હીનાં ભાજપનાં ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીની આમ આદમી પાર્ટીની ઉમેદવાર આતિશી, CM કેજરીવાલ, DY.CM મનીષ સિસોદિયાને માનહાનિની નોટીસ મોકલી છે.

5cc957b624000032002593d5 દિલ્હીમાં ગરમાયું રાજકારણ, BJP ઉમેદવાર ગૌતમ ગંભીરે AAP ને મોકલી નોટીસ

આતિશીનાં આરોપોનો જવાબ આપતા ગૌતમ ગંભીરે તેમના સહિત CM અને DY.CMને માનહાનિની નોટીસ મોકલાવી છે. આ નોટીસમાં ગૌતમે કહ્યુ છે કે, આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરંન્સ કરી અને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા તેમના વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. જેના કારણે તેમના સન્માનને ઝાટકો લાગ્યો છે. ગંભીરે તેની આ નોટીસમાં લખ્યુ છે કે, તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે ઘણી મેચ રમી ચુક્યા છે, જેમા તેણે ઘણા રન બનાવ્યા છે. તે વર્લ્ડકપની ફાઇનલમાં મેચમાં તે જીતનાં હીરો રહ્યા હતા. જેમા મળેલા ગૌતમ ગંભીરને મળેલા પુરસ્કાર અને તેના સામાજીક કાર્યોનો પણ ઉલ્લેખ આ નોટીસમાં કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

e0355420 7254 11e9 817d 3278e204c144 દિલ્હીમાં ગરમાયું રાજકારણ, BJP ઉમેદવાર ગૌતમ ગંભીરે AAP ને મોકલી નોટીસ

આપને જણાવી દઇએ કે, ગુરુવારે આતિશી માર્લેના અને DY.CM મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરંન્સ કરી પૂર્વ દિલ્હી લોકસભા વિસ્તારમાં આતિશી વિરુદ્ધ પર્ચા વહેચ્યાનો આરોપ ગંભીર પર લગાવ્યો હતો. આ પર્ચા વિશે જાણકારી આપતા આતિશી ભાવુક થઇ ગઇ હતી અને રડી પડી હતી. જો કે ગંભીરે પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. પૂર્વ દિલ્હી લોકસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર ગૌતમ ગંભીરે આત્મ સનમાન ઘવાયુ હોવાના કારણે CM અરવિંદ કેજરીવાલ, DY.CM મનીષ સિસોદિયા અને આપ ઉમેદવાર અતિશી માર્લેનાને માનહાનિની નોટીસ મોકલી છે.