ગુરુ-શિષ્યનો લાગણી સભર પ્રેમ/ રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના

બાળક અને શિક્ષક વચ્ચે આવા લાગણી સભર સબંધ ભાગ્યે જ જોવા મળે છે વિધાર્થીઓ ગુરુ માટે રડતા હોય તો સબંધ સાથે શિક્ષણ પણ કેટલું ઉચ્ચ હશે કદાચ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ને આટલી ખુશી ન મળી હોત

Top Stories Gujarat Others
b3 1 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના

કલિયુગમાં ગુરુ શિષ્યનો લાગણી સભર સંબંધો ભાગ્યેજ જોવા મળે છે. આજના યુગમાં શિક્ષણ એક વ્યવસાય બનીને રહી ગયો છે. નથી શિક્ષકોમાં વિધાર્થી પ્રત્યે એવી ભાવના કે નથી વિધાર્થીઓમાં ગુરુ પ્રત્યે સન્માન. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં એક એવી ઘટના જોવા મળી છે કે જોઈને આ શિક્ષક અને વિધાર્થી બંને પ્રત્યે મન તો ઉપજશે . સાથે આંખો પણ ભીંજાઈ ઉઠશે.

b1 8 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના

શિક્ષકની વિધાર્થીઓ પ્રત્યેની ભાવના અને પ્રેમ એટલો પ્રબળ છે કે ગુરુ એટલેકે શિક્ષકના અકસ્માત બાદ વિધાર્થીઓ આંસુ સારતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આજના બાળકો શિક્ષક શાળા નવાઈ તો રાજી થતા હોય છે. ચાલો ભણવું મટ્યું. પરંતુ અહીં તો સમગ્ર ઘટના આજના યુગમાં સતયુગના દર્શન કરાવી રહી છે. જ્યાં શિક્ષણની સાથે બાળકોને પ્રેમ આપનાર શિક્ષકના અકસ્માત થતા વિધાર્થીઓ એ ખબર કાઢવા ગયા અને આખું વાતાવરણ હ્રદયદ્રાવક કરી મુક્યું.

vipul 1 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના
કહેવાય છે ન કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા નિર્માણ ઓર પ્રલય ઉનકી ગોદમેં પલતે હે – શિક્ષણ આપી ને છૂટી જવું એના કરતાં લાગણી સભર શિક્ષણ આપવું સારું કારણ કે આ દ્રશ્ય છે મડાણા ગઢ ગામ ના જો વાત કરવામાં આવે મડાણા શાળા ની તો શાળા માં 11 શિક્ષકો છે અને 450 બાળકો અભ્યાસ કરે છે વિધિના લેખના આધારે શાળાના શિક્ષક એવા રાજેન્દ્ર સિંહ ને 15 મી ઓગસ્ટ ના દિવસે અકસ્માત થયો હતો. જેમાં એમને ચાર જેટલા ફેક્ચર થયા જેઓ હાલ ઘરે આરામ કરી રહયા છે. ગુરુજી રજા પર રહેતા બાળકોને સમગ્ર ઘટનાની ખબર પડતાં બાળકો પર આભ તૂટી પડ્યું. શાળા ચાલુ છે પણ બાળકોને ગુરુ વિના ફાવતું નથી અને ગુરુને બાળકો વિના ફાવતું નથી પરિણામે અકસ્માત બાદ બાળકો ગુરુ માટે અને ગુરુ બાળકો માટે આંસુ સારી રહ્યા છે.

b5 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના

આમ તો શિક્ષક ન આવે શાળા એ બાળકો ખુશ થતા હોય છે પણ આ મડાના ગામની શાળાની વાત તો કંઈક અલગ જ છે બાળકો દરરોજ સાંજે અને સવારે ગુરુ જી ના ઘરે જાય છે સમાચાર લે છે અને વ્હાલા ગુરુ પાસે શિક્ષણ પણ લે છે જ્યારે ગુરુ શિષ્ય મળે ત્યારે બન્ને ના આંખ માંથી આંસુ સરે છે. કૃષ્ણ સુદામાના મિલાપ ની ઘટના આ બાળકો અને ગુરુ વચ્ચે સર્જાય છે બાળકો ની સાથે વાત કરતા બાળકો ને માથે હાથ ફેરવતા તેમજ બાળકો ગુરુ સાથે વાત કરતા ચોધેર આંસુ સારતા જોવા મળે છે આ ઘટના એક બે દિવસ માટે ની નથી પણ સતત અવિરત છે આમ તો બાળકો માટે માં બાપ ને રુદન સારતા અનેક કિસ્સાઓ છે પણ જ્યારે પોતાના વ્હાલ સોયા ગુરુ માટે બાળકો નો  આંસુ સારતો કિસ્સો કદાચ આ કળજુગ માં પ્રથમજ હશે.

b4 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના

બાળક અને શિક્ષક વચ્ચે આવા લાગણી સભર સબંધ ભાગ્યે જ જોવા મળે છે વિધાર્થીઓ ગુરુ માટે રડતા હોય તો સબંધ સાથે શિક્ષણ પણ કેટલું ઉચ્ચ હશે કદાચ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ને આટલી ખુશી ન મળી હોત એટલી ખુશી આજે બાળકો ના પ્રેમ ના કારણે ગુરુજી ને મળી રહી છે ભવ ભવ ના નાતા હોય તો જ આવા ગુરુ અને બાળકો મળે રાજેન્દ્ર સિંહ ની શિક્ષણ આપવાની કાર્ય પદ્ધતિ જ બાળકો ના દિલ માં વસી ગઈ છે સતત બાળકો જોડે હસતા ચહેરે શિક્ષણ આપનાર ગુરુ માટે બાળકો આંસુ સારી રહ્યા છે.

b2 1 રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના
કલિયુગ માં આમ તો શિક્ષક ના અનેક કિસ્સા સામે આવતા હોય છે પણ બીજી બાજુ આવી ઘટના પણ ઘટતી હોય છે જે કલિયુગ માં પણ સતયુગ ના દર્શન કરાવી જાય છે ત્યારે બાળકો ના લાડકા ગુરુ જલ્દી સાજા થઈ બાળકો પાસે પહોંચે અને નાના બાળકો ની આંખ માં આંસુ ના બદલે ખુશી જોવા મળે એ જોવાનું રહ્યું.

Gandhinagar / પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત