Ahmedabad News/ બ્લડ પ્લાઝમા કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

બ્લડ પ્લાઝમા (Blood Plasma)સાથે સંકળાયેલા કથિત ગેરરીતિના કેસમાં તપાસ આગળ વધતાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે

Gujarat Ahmedabad Breaking News
બ્લડ પ્લાઝમા (Blood Plasma)સાથે સંકળાયેલા કથિત ગેરરીતિના કેસમાં તપાસ આગળ વધતાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad News : બ્લડ પ્લાઝમા (Blood Plasma)સાથે સંકળાયેલા કથિત ગેરરીતિના કેસમાં તપાસ આગળ વધતાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાઓના આધારે પ્લાઝમા સપ્લાયની સમગ્ર ચેઇન અંગે નવા ખુલાસા થયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક તપાસ મુજબ મુખ્ય આરોપી દિનેશ ચૌધરીએ પોતાની સાથે સંકળાયેલા ડ્રાઇવરો જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફાની મદદથી વિવિધ બ્લડ બેંકો (Blood Bank)માંથી સારા પ્લાઝમા સાથે ખરાબ પ્લાઝમા પણ મેળવ્યા હોવાનો આક્ષેપ છે. આ પ્લાઝમાને અલગ-અલગ માધ્યમો દ્વારા આગળ સપ્લાય કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની એક બ્લડ બેંકના સંચાલક પાસેથી મેળવાયેલા પ્લાઝમાને અન્ય બ્લડ બેંકો મારફતે આગળ અન્ય ફાર્મા કંપની (Pharma Industry) સુધી પહોંચાડવામાં આવતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં અનેક લોકોની સંડોવણી સામે આવી રહી હોવાથી તપાસનો વ્યાપ વિસ્તર્યો છે.

તપાસ દરમિયાન હવે બાવળા વિસ્તારના અજીતભાઈ મીઠાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર માર્ચ અને એપ્રિલ મહિનામાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી કુલ 12 બોક્સ પ્લાઝમા મુખ્ય આરોપીને સપ્લાય કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ આ પ્લાઝમા ફાર્મા કંપની માં મોકલતા પહેલાં મુખ્ય આરોપીને પહોંચાડવામાં આવતો હતો.

પોલીસ તપાસ (Police Investigation)માં એવું પણ સામે આવ્યું છે કે અજીતભાઈ અગાઉથી ધરપકડ કરાયેલા ડ્રાઇવર જીતેન્દ્ર સોલંકીના સંપર્કમાં આવ્યા બાદ મુખ્ય આરોપી દિનેશ ચૌધરી સાથે જોડાયા હતા.

ધરપકડ દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી જીજે-38-ટીએ-5505 નંબરનું પીકઅપ બોલેરો વાહન જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 2.50 લાખ હોવાનું જણાવાયું છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર પ્લાઝમા (Plasma Scam)કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સંકળાયેલી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે અને આગળ વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

મુખ્ય આરોપી દિનેશ ચૌધરીના નિવાસસ્થાનેથી કબજે કરાયેલા કુલ ૧,૧૪૦ યુનિટ બ્લડ પ્લાઝમાના નમૂનાઓની તપાસ માટે બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. પેથોલોજી વિભાગના રિપોર્ટ અનુસાર આ બ્લડ પ્લાઝમા ખરાબ ગુણવત્તાનું તેમજ ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે.

ત્યારબાદ કબજે કરાયેલા મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નામદાર સાણંદ કોર્ટના આદેશ અનુસાર પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરો તથા બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના અધિકારીઓની હાજરીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અધિકૃત ઇકોલાય વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની બાયો-વેસ્ટ સાઇટ પર સમગ્ર મુદ્દામાલનો નિયમો અનુસાર નાશ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું

આ પણ વાંચો : ગોધરામાં કોરોના દર્દીઓને વ્હારે આવી પંચમહાલ પોલીસ, કર્યુ પ્લાઝમાનુ ડોનેટ

આ પણ વાંચો : પ્લાઝમા શું છે? કોને જરૂર પડે?કોણ આપી શકે? પ્લાઝમાને લઈને ઉદ્ભવતા સવાલના જવાબ જાણો