Ahmedabad News/ કિંજલ દવેએ ધ્રુવિન શાહના સાથેના બ્રેકઅપ બાદ કરાવ્યા હેરકટ?

Kinjal Daveના નવા હેરકટે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી, બ્રેકઅપ બાદનો નવો લૂક વાયરલ

Top Stories Ahmedabad Gujarat Breaking News
હેરકટ બાદ ફરી ચર્ચામાં Kinjal Dave, ફેન્સ બ્રેકઅપ સાથે જોડી રહ્યા છે કડી

Ahmedabad News: આજકાલ નવા ટ્રેન્ડ વિશે તમે સાંભળ્યું જ હશે ક બ્રેકઅપ બાદ છોકરીઓ પોતાના હેરકટ કરાવી દેતી હોય છે, અને થોડા દિવસથી સોશિયલ મીડિયામાં ગુજરાતી સિંગર કિંજલ દવે (Kinjal Dave)ના બ્રેકઅપની વાતો પણ ચર્ચાનો વિશે છે. ત્યારે કિંજલ દવેનો નવો લૂક વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને પોતાના હેરકટ (Haircut) કરાવેલા જોવા મળી રહ્યા છે.જણાવી દઈએ કે, કિંજલ દવેના નજીકના સૂત્ર પાસેથી માહિતી મળી છે કે કિંજલ અને ધ્રુવિન શાહ (Dhruvin Shah) વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે,ચર્ચા ત્યારે વધુ તેજ બની જ્યારે કિંજલ દવે અને ધ્રુવિન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સગાઈ (ગોળ-ધાણા)ની તસવીરો અને વીડિયો જોવા મળ્યા નહીં. ત્યારબાદ અનેક ચાહકોએ બંને વચ્ચેના સંબંધોને લઈને અલગ-અલગ અનુમાન લગાવવાનું શરૂ કર્યું.

Kinjal Dave ઓસ્ટ્રેલિયા ટૂર પર

હાલમાં કિંજલ દવે (Kinjal Dave) ઓસ્ટ્રેલિયા ટૂર પર છે અને ત્યાંથી પોતાના કાર્યક્રમો તેમજ નવા લુકની તસવીરો શેર કરી રહી છે. આ દરમિયાન તેમના નવા હેરસ્ટાઇલને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ચાહકો તેને માત્ર સ્ટાઇલિશ મેકઓવર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને બ્રેકઅપની અટકળો સાથે જોડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઘણીવાર બ્રેકઅપ બાદ હેરસ્ટાઇલ બદલવાનો ટ્રેન્ડ ચર્ચામાં રહેતો હોય છે. જોકે, દરેક વ્યક્તિ હેરકટ કરાવે તેનું કારણ બ્રેકઅપ જ હોય એવું માનવું યોગ્ય નથી. ફેશન, વ્યક્તિગત પસંદગી, નવી ઇમેજ અથવા પ્રોફેશનલ કારણોસર પણ સેલિબ્રિટીઓ પોતાનો લુક બદલતા હોય છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે કિંજલ દવે (Kinjal Dave)એ ટ્રેન્ડમાં રહેલો નવો હેરકટ કરાવ્યો છે અને તેને બ્રેકઅપની અટકળો સાથે જોડી રહ્યા છે. જોકે, આ દાવાઓ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો છે. કિંજલ દવે, ધ્રુવિન શાહ અથવા તેમના પરિવાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે કિંજલ દવે (Kinjal Dave) અને ધ્રુવિન શાહ (Dhruvin Shah) ના ગોળ-ધાણા પરિવારોની હાજરીમાં ધામધૂમથી થયા હતા અને બંને સોશિયલ મીડિયા પર લોકપ્રિય કપલ તરીકે ઓળખાતા હતા. પરંતુ હાલમાં તેમની સગાઈ અથવા સંબંધ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને પુષ્ટિ થયેલી હકીકત તરીકે જોવી યોગ્ય નથી.


આ પણ વાંચો:કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલિટ કરતાં અટકળો તેજ, બ્રેકઅપ કે પબ્લિસિટી સ્ટંટ?

આ પણ વાંચો:જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈનો વિવાદ

આ પણ વાંચો:કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈનો વિવાદ વધુ વકર્યો, જનક જોશીએ કહ્યું કિંજલના સંસ્કાર…