Surat News: શહેરના વરાછા વિસ્તારમાં માતાપિતા માટે ચેતવણીરૂપ એક ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ભણતર અને ટ્યુશનના વધતા દબાણથી કંટાળીને ઘર છોડી (Surat Student Left Home)ને નીકળી ગયો હતો. સદનસીબે, પોલીસની ઝડપી કામગીરી અને ટેક્નિકલ તપાસના કારણે બાળકને મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો છે.
Surat Student Left Home: ધોરણ-7નો વિદ્યાર્થી મુંબઈ જતી ટ્રેનમાં ચઢ્યો
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી (Surat Student Left Home) ટ્યુશન પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરવાને બદલે સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાંથી મુંબઈ જતી ટ્રેનમાં સવાર થઈ ગયો હતો. બાળક ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ માહિતી ન મળતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મળતા જ વરાછા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે બાળકના સંભવિત રૂટને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન બાળક ટ્રેનમાં સવાર થયો હોવાની માહિતી મળતાં રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
વરાછા પોલીસ અને રેલવે પોલીસ વચ્ચેના સંકલનના આધારે મહારાષ્ટ્રના દહાણું રોડ રેલવે સ્ટેશન પર બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાળક (Surat Student Left Home) હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
