Not Set/ અમદાવાદ/ કોરોનાનું સંક્રમણ વધતા ડે. મ્યુ. કમિશ્નર એક્શન મોડમાં, બહારથી આવતા લોકોના ફરજીયાત કરાવ્યા કોરોના ટેસ્ટ

  વૈશ્વીક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં પણ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના મહાનગરોમાં કોરોના નો કહેર વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,  ત્યારે અમદાવાદ મનપાના ડે. મ્યુ. કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. અને અમદાવાદમાં […]

Ahmedabad Gujarat
 

વૈશ્વીક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં પણ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના મહાનગરોમાં કોરોના નો કહેર વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,  ત્યારે અમદાવાદ મનપાના ડે. મ્યુ. કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. અને અમદાવાદમાં ઉપર જગ્યા જગ્યા એ કોરોના ટેસ્ટીંગ ફરજીયાત બનાવ્યા છે.  ત્યારે હવે અમદાવાદના પ્રવેશ દ્વાર ઉપર પણ કોરોના ટેસ્ટીંગ સેન્ટર બનાવ્યા છે. અને અમદાવાદમાં એન્ટ્રી લઇ રહેલા લોકોનું કોરોના એન્ટજેન ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.

આજ રોજ ઝુંડાલ સર્કલ પર કોરોના ચેકપોસ્ટ બનાવી છે. જ્યાં અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જાતે જ પહોચ્યા હતા. ઝુંડાલ સર્કલ પાસે કરાવવામાં આવતા કોરોના ટેસ્ટની કામગીરી પર કટે નજર રાખી હતી. બહાર થી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.

બહાર ના રાજયમાંથી આવતા મુસાફરો ના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.