- ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર
- હવે ઉમેદવારોની સંખ્યાના આધારે લેવામાં આવશે પરીક્ષા
- હવે સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે
Gandhinagar News: ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)એ સૌથી મોટો નિર્ણય લીધો છે. હવેથી પરીક્ષા સંપૂર્ણ પેપરલેસ રહેશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.
આ પરીક્ષા 1થી વધુ દિવસના સમયગાળામાં યોજાઈ શકે છે. પ્રથમ બીટ ગાર્ડની પરીક્ષા આ રીતે યોજાશે જે એક અઠવાડિયાથી વધુ સમયગાળા સુધી ચાલશે. કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
પરીક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે દિવસ નક્કી કરવામાં આવશે. તેમજ 1થી વધુ દિવસ પરીક્ષા યોજાઈ શકે છે. જેમાં પરીક્ષા પદ્ધતિમાં દિવસના 3 પેપર કઢાશે. આ માટે પ્રાઈવેટ કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવામાં આવી શકે છે. જેના પેપરનું આયોજન પસંદગી મંડળ નક્કી કરશે.
એટલું જ નહીં, બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે. બીટ ગાર્ડની પરીક્ષા એક સપ્તાહ કરતાં વધુ સમય ચાલશે તેવી માહિતી પણ બહાર આવી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત પેપર લેશ પરીક્ષાનું એક સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.
આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..
આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત
આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત
