Not Set/ બનાસકાંઠામાં શિક્ષકોની મનમાની સામે આવી, આચાર્યની બદલી કરવાની લેખિતમાં કરી માંગ

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે તેમજ શિક્ષકોની ઓફીસમાં મનમાની સામે આવી હતી. કાંકરેજ તાલુકાના તેરવાડા શાળામાં તાળું મારતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી અને બીજા દિવસે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ ના અનિલ ત્રિવેદી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ તાબડતોબ થયેલા તાળા બધી અંગે ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ […]

Top Stories Gujarat Others
mantavya 157 બનાસકાંઠામાં શિક્ષકોની મનમાની સામે આવી, આચાર્યની બદલી કરવાની લેખિતમાં કરી માંગ

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે તેમજ શિક્ષકોની ઓફીસમાં મનમાની સામે આવી હતી. કાંકરેજ તાલુકાના તેરવાડા શાળામાં તાળું મારતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી અને બીજા દિવસે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ ના અનિલ ત્રિવેદી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ તાબડતોબ થયેલા તાળા બધી અંગે ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સુમેળ કરાવી તાળાં ખોલી નાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કર્યું હતું અને આક્ષેપ કરનાર વ્યક્તિ સાથે તાલુકા વિકાસ અધિકારી તરીકે આચાર્યની બદલી કરવાની ખાત્રી આપી મામલો થાળે પડ્યો હતો. ત્યારે તેરવાડા શાળાના શિક્ષકો દ્વારા એક લેખિતમાં અરજી કરી શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવા માંગણી કરી હતી આમ થોડા ગામલોકો અને શિક્ષકોની મિલીભગતથી આચાર્ય અને પ્રેરક શિક્ષકને બદનામ કરવા માટે આવું નાટક રચ્યું હોવાનું આચાર્ય મગનજી ઠાકોરે જણાવ્યું હતું.

mantavya 158 બનાસકાંઠામાં શિક્ષકોની મનમાની સામે આવી, આચાર્યની બદલી કરવાની લેખિતમાં કરી માંગ

એટલે રોષે ભરાયેલા શિક્ષકોની માંગ ઉઠી હતી કે અમારે આવા સંજોગોમાં નવા ટેટ પાસ કરી આવેલ આચાર્યની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આચાર્ય ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો ત્યારે કોઈ શિક્ષક કે શિક્ષિકાએ બોલવાનું ટાળ્યું હતું

ત્યારે બીજા દિવસે આ બાબતે કાંકરેજના તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી તાળા બધી અંગે ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ સાથે સુમેળ કરાવી તાળાં ખોલી નાખ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો. થયેલા બનાવ બાદ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કર્યું હતું પરંતુ આચાર્યની બદલી કરવાની લેખિતમાં માંગ કરી હતી.

mantavya 159 બનાસકાંઠામાં શિક્ષકોની મનમાની સામે આવી, આચાર્યની બદલી કરવાની લેખિતમાં કરી માંગ

આમ તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને એક દિવસ પછી ફરી અભ્યાસમાં જોડાયા હતા અને ગ્રામજનોએ રજુઆત કરી તેને જલ્દીથી ધ્યાને લઈ આચાર્યને બદલવાની કાર્યવાહી કરવા માટે ખાત્રી ટીડીઓએ આપી હતી થરા PSI એ. કે. ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ઠાકોર સેનાના અગ્રણી ડી. ડી. જાલેરા અને તેરવાડા પૂર્વ સરપંચ બાબુજી ઠાકોર સહિત રજુઆત કરનાર રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.