BSF Patrolling/ BSFએ 3 પાકિસ્તાની માછીમારોની કરી ધરપકડ, સિરક્રીકમાંથી 1 પાક બોટ પણ જપ્ત

22 ફેબ્રુઆરી 2023ના રોજ BSF પેટ્રોલિંગે સિરક્રીકમાંથી 03 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી અને 01 પાક ફિશિંગ બોટ જપ્ત કરી

Top Stories India
BSF Patrolling

BSF Patrolling: 22 ફેબ્રુઆરી 2023ના રોજ BSF પેટ્રોલિંગે સિરક્રીકમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી અને 01 પાક ફિશિંગ બોટ જપ્ત કરી. BSF પેટ્રોલિંગ પાર્ટીએ સરક્રીકના પૂર્વ કિનારે હિલચાલ જોઈ અને તરત જ સ્થળ પર દોડી જઈને માછીમારોને પકડી લીધા. પકડાયેલા પાક માછીમારો પોતાની ઓળખ આપી છે.

પાક માછીમારોએ (BSF Patrolling) પોતાના નામ જણાવ્યા હતા જેમાં સૈયદ ગુલામ મુર્તઝા 65, S/o હસન મોહમ્મદ શાહ. વિલ બાલ્દિયા ટાઉન, કરાચી, બશીર સ/ઓ જવાદ, 60 વર્ષ, ગામ- મારીપુર ગર્જે મુશાપરા, કરાચી અને અલી અકબર અબ્દુલ ગની, 54 વર્ષ, સ/ઓ અબ્દુલ ગની, ગામ- અકોઈ કોલોની, ભુટા કેમારીનો સમાવેશ થાય છે.

પાક માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની બોટનું એન્જીન તૂટી ગયું હતું અને ભારે ભરતી અને ભારે પવનને કારણે બોટ સરક્રીક તરફ વહી ગઈ હતી અને તેઓ અજાણતા સરક્રીકની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા.

નોંધનીય છે કે જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

નોંધનીય છે કે BSF પેટ્રોલિંગ કરી રહ્યું તે દરમિયાન સિરક્રીકમાંથી તેમને 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી અને 1  પાક ફિશિંગ બોટ પણ જપ્ત કરી છે.  જો કે બોટ અને માછીમારોનું ચેકિંગ કર્યા પછી તેમની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

CBI/ નિવૃત્ત જસ્ટિસ એસએન શુક્લા વિરુદ્ધ આ કેસ મામલે CBIએ નોંધી FIR

AAP Vs LG/ ટ્વિટર પર દિલ્હીના LG અને CM વચ્ચે શાબ્દિક યુદ્વ, કેજરીવાલે કાયદો અને વ્યવસ્થા અંગે આપી સલાહ

PM Shahbaz Sharif/ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે લીધો મોટો નિર્ણય,ઓફિસો સવારે 7 વાગે ખુલશે, દૂતાવાસના ખર્ચમાં ઘટાડો

સુપ્રીમ કોર્ટ/ શું SCએ ECના નિર્ણય પર સ્ટે ન આપીને ઠાકરે જૂથની મુશ્કેલી વધારી છે? જાણો