Superme Court/ સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સી સામે ATS તપાસ માટે આપી મંજૂરી, ભાગેડુ હીરા વેપારીની મુશ્કેલીઓ વધી

13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો આરોપી ભાગેડુ મેહલુ ચોક્સી હાલમાં બાર્બાડોસમાં એન્ટિગુઆમાં રહે છે. ફરિયાદી જ્વેર્લસ જાડેજાનો આરોપ છે કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં રહે છે.

Top Stories Gujarat
મનીષ સોલંકી 2023 11 30T121156.931 સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સી સામે ATS તપાસ માટે આપી મંજૂરી, ભાગેડુ હીરા વેપારીની મુશ્કેલીઓ વધી

સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સી સામે ATS તપાસ માટે આપી મંજૂરી આપી. કોર્ટના આ નિર્ણયથી ભાગેડુ હિરા વેપારીની મુશ્કેલીઓ વધી. હિરા વેપારી મેહુલ ચોક્સ કથિત રીતે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો આરોપી છે. મેહુલ ચોક્સી વિરુદ્ધ ગુજરાતના જ્વેલર્સ દિગ્વિજયસિંહ જાડેજાએ છેતરપિંડી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુજરાતના જ્વેલર્સે કરેલ અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કોર્ટે મેહુલ ચોક્સી સામેની તપાસ ચાલુ રાખવા મંજૂરી આપી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોલીસ તપાસ માટે ફરિયાદી જાડેજાની અપીલને મંજૂરી આપી ત્યાર બાદ  ચોક્સીના વકીલે કોર્ટને વિનંતી કરી કે તપાસ એજન્સીને પૂછપરછ માટે ભારતમાં ચોક્સીની પત્નીની હાજરીનો આગ્રહ ન રાખવાની સૂચના આપે.

બુધવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને ભાગેડુ મેહુલ ચોક્સી અને તેની પત્ની પ્રીતિ સામેની ફરિયાદની તપાસ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. મેહુલ ચોક્સ વિરુદ્ધ ફરીયાદી જાડેજાએ 2015માં રૂ. 30 કરોડની કિંમતની 105 કિલો સોનાની લગડીઓ સાથે સંકળાયેલા બિઝનેસ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં છેતરપિંડી અને બનાવટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ફરિયાદી જાડેજાના વકીલના જણાવ્યા મુજબ જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની ખંડપીઠે 5 મે, 2017ના ગુજરાત હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો, જેમાં ભાવનગરના દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવામાં આવી હતી. જ્વેલર્સે ભાગેડુ ચોક્સી, અને તેની પત્ની સહિત અન્ય લોકો પર વ્યવસાય પ્રતિબદ્ધતાનું સન્માન ન કરીને તેની અને તેની પેઢીને છેતરવાનો આરોપ મૂક્યો હતો. ગાંધીનગરમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પછી ગુજરાત પોલીસે તપાસ અટકાવી દીધી હતી, પરંતુ SCના નિર્દેશથી હવે તેમને તપાસ ફરી શરૂ કરવાની જરૂર છે.

આ કેસમાં ચોક્સીની ગીતાંજલિ જ્વેલરી રિટેલ લિમિટેડ અને જાડેજાની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ વચ્ચે 2010માં થયેલા બિઝનેસ કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. 2015માં જાડેજાએ ચોક્સીની ફર્મ પર રૂ. 30 કરોડની કિંમતના 105 કિલો સોનાની લગડીઓ પરત કરવામાં નિષ્ફળ રહેવાનો અને રૂ. 19.42 કરોડની બાંયધરી ન આપવાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી હતી. તેમજ રૂ. 49.42 કરોડની મિલકતનો ગેરઉપયોગ કરીને વિશ્વાસનો ફોજદારી ભંગ કરવાનો પણ ચોકસી પર આરોપ મૂક્યો હતો. પોલીસે એફઆઈઆર નોંધી અને આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 506 અને 120બીનો ઉપયોગ કર્યો.

જવેલર્સની ફરિયાદ બાદ ચોક્સી અને તેની પત્નીએ એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી આ મામલે બંનેએ દલીલ કરી કે તે સિવિલ વિવાદ હતો જેના માટે તેમની કંપનીએ સિવિલ લિટિગેશનની સ્થાપના કરી હતી. 2017 માં, HCએ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો, એમ કહીને કે વિવાદ સિવિલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો અને તેમાં કોઈ ફોજદારી જવાબદારી નથી. ત્યારબાદ જાડેજાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેની સામે તપાસ એજન્સી, ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ રજૂઆત કરી હતી કે હાઈકોર્ટના આદેશને રદ કરવામાં આવે કારણ કે જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે તેણે FIR રદ કરી દીધી હતી.

13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો આરોપી ભાગેડુ મેહલુ ચોક્સી હાલમાં બાર્બાડોસમાં એન્ટિગુઆમાં રહે છે. ફરિયાદી જ્વેર્લસ જાડેજાનો આરોપ છે કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં રહે છે. સરકાર દ્વારા તેને પરત લાવવાના પ્રયાસ જારી છે. દેશમાંથી ભાગીજનાર હિરા વેપારી મેહુલ ચોક્સી ફરી કોઈને પોતાની જાળમાં ના ફસાવે માટે મેહુલ સામેની નોટિસ તેના ઘરે અને અખબારોમાં છપાવવા વિનંતી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા તે મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ કેસની સુનાવણીમાં કોર્ટે ભાગેડુ હિરા વેપારી મેહુલ ચોકસીને લઈને કડક વલણ અપનાવ્યું છે.