ગુજરાત/ સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલ પર પસાર થતા પુલ પર છ ફૂટના ગાબડાથી ટ્રાફિક જામ

અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને પુલ ઉપરથી પસાર ન થવા તેમજ વાહન ચાલકોને સલામત રીતે વાહન ચલાવવા તાકીદ કરી રહી છે

Gujarat
Untitled 76 23 સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલ પર પસાર થતા પુલ પર છ ફૂટના ગાબડાથી ટ્રાફિક જામ

સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા પુલ ઉપર વહેલી સવારે છ ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે. જેને લઈને ભયના ઓથાર વચ્ચે વાહનચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના કચ્છ, ધાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એક માત્ર આ પુલ આવેલો છે. તેના ઉપર વહેલી સવારે 6 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે. ત્યારે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ પુલ પર ગાબડું પડતા જોવા મળી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક પુલો તથા ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી લઇ અને રતનપર સુધીના જોડતા પુલ ઉપર પણ મસમોટા ગાબડાઓ પડી જવા પામ્યા છે. તેવા સંજોગોમાં દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા પુલ ઉપર વધુ એક ગાબડુ પડ્યું હોય તેવા કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પુલ પર ગાબડાં પડતાં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો છે.

આ પણ વાંચો:પંજાબ / કેપ્ટન અમરિંદર સિંહનો ખુલાસો, પાક. તરફથી નવજોત સિદ્ધુને લઈને થઈ હતી આ ભલામણ…

ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસને જાણકારી થતા ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસ દોડી ગઈ છે. અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ધાંગધ્રા પાટડી તરફ જવા માટે માત્ર એક ઓવર બ્રિજ શહેરી વિસ્તારમાંથી નીકળતો હોય અને તેના ઉપર જ 6 ફૂટનું ગાબડું પડી જતા ભયના ઓથાર વચ્ચે લોકોને પસાર થવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ બન્યાને વર્ષો થઈ ગયા ત્યાર બાદ તેની જાળવણી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને પુલ ઉપરથી પસાર ન થવા તેમજ વાહન ચાલકોને સલામત રીતે વાહન ચલાવવા તાકીદ કરી રહી છે. ત્યારે હાઇવે પર છ ફૂટનું ગાબડું પડી જતા નીચેથી કેનાલ પણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલ નવીનીકરણ અથવા રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે.

આ પણ  વાંચો:રસપ્રદ / પ્રાચીન કાળમાં સમય કેવી રીતે જોવામાં આવતો હતો? જાણો ઘડિયાળનો ઇતિહાસ..