Not Set/ ઊનામાં વેપારી સમાજ દ્વારા રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવ્યું

પ્રથમ દિવસે જ 500થી વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું

Gujarat
IMG 20210726 WA0130 ઊનામાં વેપારી સમાજ દ્વારા રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવ્યું

 

@ કાર્તિક વાજા ,મંતવ્ય ન્યુઝ , ઊના.

ઊનામાં વેપારી સમાજ દ્વારા રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવ્યું. 

 

પ્રથમ દિવસે જ 500થી વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું

 

ઊના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોનામુક્ત અભિયાન અંતર્ગત શહેરના વેપારીઓ તેમજ તેઓના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે બે દિવસ માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ દિવસે જ 500થી વધુ લોકોએ વેક્સિનેસન મેળવ્યું હતું.

શનિવારે કન્યા વિદ્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી તથા મહામંત્રી મિતેષભાઈ શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી, જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ડાભી, નગરસેવક ધીરૂભાઇ છગ, સિંધી સમાજના પ્રદેશ મહામંત્રી કમલેશભાઈ જુમાણી સહિતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત વેપારીઓ અને તેઓના કર્મચારીઓ માટેના બે દિવસીય વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરાયો હતો.

ઊના આસપાસના અનેક ગામ માટે વસ્તુઓ લેવા અને નોકરી – ધંધા માટેનું સ્થળ હોય, અનેક લોકોની આવનજાવન રહે છે. ત્યારે ઊનાના વેપારીઓ રસીથી આરક્ષિત રહે અને સંભવિત લહેર માટે જાગૃત રહે એ માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રસીકરણ કેન્દ્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

છેલ્લા થોડા દિવસોથી ભારતભરમાં ધીમા પગલે ત્રીજી લહેરની સંભાવના વધતી હોય એમ સંક્રમિતના આંકડાઓ વધી રહ્યા છે. બીજી તરફ શ્રાવણ માસ અને સાતમ – આઠમના તહેવારો આવી રહ્યા છે, જેનું સૌરાષ્ટ્રમાં વિશેષ મહત્વ હોય. વેપારીઓ અન્ય શહેરો અને અસંખ્ય લોકોના સંપર્કમાં આવતા હોય છે. એમના દ્વારા સંક્રમણ ન થાય એ માટે એક સેવાકીય સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે.

આમ ફક્ત મુખ્ય વેપારીઓ જ નહિ પરંતુ લોક સંપર્કમાં સીધા આવનારા સામાન્ય વેપારીઓ સહિત ઘણાં લોકોને આવરી શકાય એવા આયોજનની શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઈ વાજા, ઉપપ્રમુખ હિતેશભાઈ દિવેચા તથા લલિતભાઈ લાલવાણી અને કિશોરભાઈ આસવાણી સહિતના અનેક આગેવાનોએ મુલાકાત લીધી હતી.

આ વેક્સિનેશન કેમ્પને સફળ બનાવવા ઉના પાલિકા ઈજનેર સુરેશભાઈ ગોપલાણી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલભાઈ ડુમાતર, અર્બન હેલ્થ ઓફિસર ડૉ. જગદીશભાઈ પંપાણીયા, મેહુલભાઈ કાગડા, ડૉ. તુષારભાઈ બારૈયા, રવિભાઈ ચાચિયા, હરેશભાઈ બાંભણીયા સહિત સર્વે આરોગ્યકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.