સુરત/ કાપોદ્રા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી આરોપીઓને ઝડપ્યા

સુરતમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે તેવામાં ખાસ કરીને જુગારનું દુષણ વધી રહ્યું છે ત્યારે જુગાર રમવામાં પણ જુગારીઓએ નવી તરકીબ……….

Gujarat
Beginners guide to 2024 04 07T142227.209 કાપોદ્રા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી આરોપીઓને ઝડપ્યા

@દિવ્યેશ પરમાર

Surat News:સુરતમાં કાપોદ્રા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી ૨૪ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૨.૨૫ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો છે. માર્કેટિંગ ફેન્ચાઈજીની આડમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો.

WhatsApp Image 2024 04 07 at 2.23.15 PM કાપોદ્રા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી આરોપીઓને ઝડપ્યા

સુરતમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે તેવામાં ખાસ કરીને જુગારનું દુષણ વધી રહ્યું છે ત્યારે જુગાર રમવામાં પણ જુગારીઓએ નવી તરકીબ અજમાવી છે અને કાપોદ્રા વિસ્તારમાં ધાર્મિક યંત્ર દ્વારા જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ગાયત્રી સોસાયટીમાં આવેલી દુકાનમાં એચ.એસ, માર્કેટિંગ ફેન્ચાઈઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યું છે. ભાવિન ઓધવજી મોજીદ્રા તથા વિજય છગન ગોલાણીયા ભાડે જગ્યા રાખી જુગારધામ ચલાવતા હતા. આ જુગારધામ અનોખી રીતે ચલાવવામાં આવતું હતું.

દુકાનમાં મશીનમાં ધાર્મિક યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી જુગાર રમનારની રકમ બદલ નવ ગણી રકમ આપવામા આવતી હતી. દુકાનમાં રેડ કરી પોલીસે ૨૪ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમાડતા બે ઓપરેટરો તથા ૨૨ જુગાર રમવા આવેલા ઈસમોને રોકડા ૮૦ હજારથી વધુની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે યંત્રનું મશીન , કોમ્પ્યુટર સીસ્ટમ , કાર્ડ સ્કેનર , સિક્કાનું મશીન સહીત ધાતુના સિક્કા વગેરે મળી કુલ ૨.૨૫ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ