Not Set/ મહેસાણાનું ગૌરવ/ કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી

21 વર્ષીય નેવીયા પટેલ અમેરિકન આર્મીમાં જોડાઈ આર્મીમાં જોડાયેલી નેવીયાએ મહેસાણાનું ગૌરવ વધાર્યું નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની નેવીયાના પિતા રસિક પટેલ રેસ્ટોરેન્ટનો કરે છે વ્યવસાય અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં પરિવાર સાથે રહે છે નેવીયા ઉત્તર ગુજરાતના મહેસાણાના એક નાનકડા ગામ કંથરાવીની દીકરીએ પોતાના ગામનુ નામ ઉજાગર કર્યું છે, અને ગૌરવ વધાર્યું છે. મહેસાણાની […]

Gujarat Others
નેવીયા મહેસાણાનું ગૌરવ/ કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી
  • 21 વર્ષીય નેવીયા પટેલ અમેરિકન આર્મીમાં જોડાઈ
  • આર્મીમાં જોડાયેલી નેવીયાએ મહેસાણાનું ગૌરવ વધાર્યું
  • નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની
  • નેવીયાના પિતા રસિક પટેલ રેસ્ટોરેન્ટનો કરે છે વ્યવસાય
  • અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં પરિવાર સાથે રહે છે નેવીયા

ઉત્તર ગુજરાતના મહેસાણાના એક નાનકડા ગામ કંથરાવીની દીકરીએ પોતાના ગામનુ નામ ઉજાગર કર્યું છે, અને ગૌરવ વધાર્યું છે. મહેસાણાની પટેલ પરિવારની દિકરી અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી પામી છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે.

અમેરિકામાં મહેસાણાના મોટાભાગના લોકો જ્યાં ત્યાં વસેલા છે,  અને જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે મહેસાણાના કંથરાવીની દીકરી નેવીયા પટેલ US આર્મીમાં પસંદગી પામતા વતન કંથરાવીના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.  નેવીયાના પિતા અમેરિકામાં રેસ્ટોરાંના બિઝનેસમાં છે.

નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની છે. નેવીયા પટેલે ધો.-1થી ધો.7 પંચગીની મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ધો.11th, 12th અને કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યા બાદ આર્મીની તાલીમ લીધી હતી. મહેસાણાની દીકરી નવીયા પટેલનો પરિવાર અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.