મહેસાણા/ ભૂગર્ભ ગટના અભાવના કારણે બે સોસાયટીઓ વચ્ચે તકરાર, સરકારી તંત્ર મુક પ્રેક્ષક

મહેસાણા શહેર નજીક અતિ વિકસિત અને પોશ   પાંચોટ ગ્રામ પંચયાત  વિસ્તાર માં 500 થી વધુ સોસાયટીઓ તો બની ગઈ છે

Gujarat Others
YouTube Thumbnail 2023 11 30T124158.657 ભૂગર્ભ ગટના અભાવના કારણે બે સોસાયટીઓ વચ્ચે તકરાર, સરકારી તંત્ર મુક પ્રેક્ષક
  • મહેસાણા શહેર નજીકની સોસાયટીઓનો મામલો
  • પાંચોટ પંચયાત વિસ્તારમાં ભૂગર્ભ ગટર મોટી સમસ્યા
  • રાધે કુંદન અને સાંનિધ્ય સોસાયટીઓ વચ્ચે વિવાદ

@અલ્પેશ પટેલ 

Mahesana News: મહેસાણાના પાંચોટ ગ્રામ પંચયાત વિસ્તારમાં આવેલા સી લિંક રોડ ઉપર ભૂગર્ભ ગટર વ્યવસ્થા જ નથી. ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અભાવે રાધે કુંદન સોસાયટીના રહીશો અને સાંનિધ્ય સોસાયટીના રહીશો વચ્ચે વૈમનસ્ય ઉભું થયું છે.

મહેસાણા શહેર નજીક અતિ વિકસિત અને પોશ   પાંચોટ ગ્રામ પંચયાત  વિસ્તાર માં 500 થી વધુ સોસાયટીઓ તો બની ગઈ છે પણ અતિ મોંઘા ગણાતા આ પાંચોટ પંચયાતમાં આવેલા આ સી લિંક રોડ ઉપર ભૂગર્ભ ગટર વ્યવસ્થા જ નથી. ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અભાવે સોસાયટીઓમાં રહેતા રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ ગટર વ્યવસ્થાના અભાવે ક્યારેક આજુબાજુ ની સોસાયટી ઓ વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનો જેવી સ્થિતિ સર્જાઈ છે.આવું જ કાંઈક રાધે કુંદન સોસાયટીના રહીશો અને સાંનિધ્ય સોસાયટી ના રહીશો વચ્ચે વૈમનસ્ય ઉભું થયું છે.

રાધે કુંદન સોસાયટીના રહીશો ને અવરજવર માટે એકમાત્ર સાનિધ્ય સોસાયટી થઈને જ જવાનો રસ્તો છે અને રાધે કુંદન સોસાયટીમાં ભૂગર્ભ ગટરના હોવાથી ઉભરાતા ગંદુ પાણી સાંનિધ્ય સોસાયટી માં આવે છે.આ કારણે સાંનિધ્ય સોસાયટીના રહીશોએ રાધે કુંદન સોસાયટી ના મુખ્ય દરવાજા આગળ જ માટી નો ઢગલો ખડકી દીધો છે.

તો બીજી તરફ રાધે કુંદન સોસાયટીના રહીશો એ ગટર ના ગંદા પાણી નો વિવાદ ટાળવા 7 માસ માં રૂપિયા 7 લાખ ખર્ચી ખાળ કુવાઓમાંથી ગંદા પાણી ખેંચાયા છે.ત્યારે હવે બિલ્ડર  અને સરકારી તંત્ ના વાંકે ભૂગર્ભ ગટર ના અભાવે રાધે કુંદન સોસાયટીના રહીશોને સાંનિધ્ય સોસાયટી સાથે સંઘર્ષમાંના ઉતરવું પડે એ માટે સજાગ રહેવું પડે છે.તેમ છતાં ખાળ કુવા માંથી પાણી ખેંચવા આવતું ટેન્કર મોડું આવે ત્યારે બંને સોસાયટીના રહીશો આમને સામને આવી જાય છે.આમ,ભૂગર્ભ ગટર ના અભાવે મહેસાણા નજીક આવેલી બે સોસાયટીઓ વચ્ચે વૈમનસ્ય ઉભું થયું છે અને બિલ્ડરો ઉપર ચાર હાથ રાખતું સરકારી તંત્ર મુક પ્રેક્ષક બનેલું જોવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 ભૂગર્ભ ગટના અભાવના કારણે બે સોસાયટીઓ વચ્ચે તકરાર, સરકારી તંત્ર મુક પ્રેક્ષક


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ