Sim Card/ કાલથી બદલાઈ જશે સિમ ખરીદવાના નિયમો, જાણો આ 6 મહત્વની વાતો

જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી સમાચાર છે. આવતીકાલથી એટલે કે 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

Trending Tech & Auto
સિમ કાર્ડ

જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી સમાચાર છે. આવતીકાલથી એટલે કે 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવતીકાલથી સિમ કાર્ડ ખરીદવા અને વેચવા માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જો નિયમોની અવગણના કરવામાં આવશે તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

વાસ્તવમાં, આવતીકાલ 1લી ડિસેમ્બર 2023થી, ટેલિકોમ્યુનિકેશન વિભાગ સિમ કાર્ડના વેચાણ અને ખરીદી માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. સરકાર શરૂઆતમાં આ નિયમોને 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવા જઈ રહી હતી પરંતુ બાદમાં તેને બે મહિના લંબાવવામાં આવી હતી. છેતરપિંડી અને સ્પામ કોલના વધતા જતા કેસોને રોકવા માટે સરકારે સિમ ખરીદવા અને વેચવા માટે નવા નિયમો રજૂ કર્યા છે. આવો અમે તમને નિયમો વિશેની પાંચ મહત્વની વાતો જણાવીએ.

નવા સિમ કાર્ડ નિયમો લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓ માટે સિમ વેચતી દુકાનો દ્વારા KYC કરાવવું ફરજિયાત બનશે. વેપારીઓના વેરિફિકેશનની જવાબદારી ટેલિકોમ કંપનીની રહેશે. જો તમે નિયમોની અવગણના કરીને સિમ વેચો છો, તો તમારે 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

નવા નિયમોમાં આટલો મોટો ફેરફાર થશે

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના નવા નિયમો અનુસાર હવે સિમ વેચતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

હવે કોઈ સામાન્ય યુઝર જથ્થાબંધ સિમ કાર્ડ ખરીદી શકશે નહીં. માત્ર કોમર્શિયલ કનેક્શન પર જ સિમની બલ્ક ખરીદીની મંજૂરી આપવામાં આવશે.

પહેલાની જેમ, સામાન્ય વપરાશકર્તાઓ હજી પણ એક આધાર ID પર 9 સિમ કાર્ડ ખરીદી શકશે.

DoTના નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ પોતાનો નંબર સ્વિચ ઓફ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય કોઈને ફાળવવામાં આવશે.

જો એક્ટિવ નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવાનું હોય તો હવે આધાર સ્કેન કર્યા બાદ ગ્રાહકનો ડેમોગ્રાફિક ડેટા પણ એકત્ર કરવામાં આવશે.

સિમ કાર્ડ માટેના નવા નિયમો લાગુ થયા બાદ ડીલરોએ તેનું વેરિફિકેશન કરાવવું જરૂરી બનશે, આ સાથે સિમના વેચાણ માટે રજીસ્ટ્રેશન પણ ફરજિયાત બનશે.


આ પણ વાંચોઃ Flashback/ સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું?

આ પણ વાંચોઃ Accident/ રાજકોટ-જામનગર હાઇવે પર બની Hit And Run ઘટના, ચાલકનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચોઃ Silkyara Tunnel/ ઉત્તર કાશી ટનલમાં શ્રમિકોથી ફક્ત ત્રણ જ મીટર દૂર છે બચાવદળ