Not Set/ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ પડ્યા શાંત, 23 એપ્રિલે યોજાશે મતદાન

મંતવ્ય ન્યૂઝ,  ગુજરાતમાં 26 લોકસભાની બેઠક માટે 23-એપ્રિલે મતદાન યોજાશે. દરમિયાન 21-મી-એ સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શમી ગયા છે. દરમિયાન મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીયપક્ષના પ્રચારનો અંત આવ્યો છે. આજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થયો છે. આજે સાંજે 6 વાગ્યાથી 48 કલાક માટે પ્રચાર બંધ 6 વાગ્યા પછી […]

Top Stories Gujarat Others
BJP Congress 1 ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ પડ્યા શાંત, 23 એપ્રિલે યોજાશે મતદાન

મંતવ્ય ન્યૂઝ, 

ગુજરાતમાં 26 લોકસભાની બેઠક માટે 23-એપ્રિલે મતદાન યોજાશે. દરમિયાન 21-મી-એ સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શમી ગયા છે. દરમિયાન મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીયપક્ષના પ્રચારનો અંત આવ્યો છે. આજ સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થયો છે.

  • આજે સાંજે 6 વાગ્યાથી 48 કલાક માટે પ્રચાર બંધ
  • 6 વાગ્યા પછી જે લોકો પ્રચાર માટે આવ્યા છે તેમને લોકસભા વિસ્તાર છોડવો પડશે
  • પોલીસ પણ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરશે
  • આચારસંહિતા મુજબ ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકારની સામગ્રી જે મતદારોને પ્રભાવિત કરી શકે તે દર્શાવી શકાય નહીં
  • જિલ્લા તંત્ર, પોલિસ તંત્ર, ફ્લાઇંગ સ્કવોડ વગેરેને અપાઇ સૂચના

ભાજપમાં 26-0નો લક્ષાંક પુનરાવર્તિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી સહિતના નેતા તો પરેશ રાવલ નેતા અને અભિનેતાએ પ્રચારસભા ગજવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહદઅંશે કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી લોકસભા બેઠક પાટણ, સુરેન્દ્રનગર,અમરેલી ,બનાસકાંઠા,સાબરકાંઠા, વલસાડ અને છોટાઉદેપુર જેવા વિવિધ વિસ્તારમાં 8 જાહેરસભાનું આયોજન થયું હતું. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ, શામ પિત્રોડા, અશોક ગેહલોત ઉપરાંત નેતા અને અભિનેતા નવજોત સિદ્ધુ અને અભિનેત્રી અમિષા પટેલ એ જાહેરસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચાર સભા ગજવીને મતદારોને કોંગ્રેસના સમર્થનમાં રીઝવવા પ્રયાસ કર્યા હતા.

ચૂંટણી પ્રચારમાં મહદઅઁશે ભાજપ તરફથી આતંકવાદને નાથવા,રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારી યોજનાના માધ્યમથી વિકાસના મુદ્દા છવાયેલાં રહ્યાં. તો કોંગ્રેસ તરફથી બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દા છવાયેલાં રહ્યાં.હવે જાહેરમાં પ્રચાર પડઘમ શમી ગયા છે.ત્યારે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે અને મતદારોને આકર્ષવા પ્રયાસ કરશે.