Not Set/ બિહાર/ ચાંદીનો ‘વરસાદ’ વરસ્યો,લોકોએ કરી પડાપડી

બિહારના સીતામઢી જિલ્લાના સુરસંડ બ્લોકમાં આકાશમાંથી ચાંદીનો ‘વરસાદ’થી લોકો આશ્ચર્યચકિત થયા છે. બુધવારે સવારે લોકો નિંદ્રામાંથી જાગ્યાં ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોને ટાવર ચોકથી સુરસંડના બરાહી ગામ તરફ જતા માર્ગ પર ચાંદી વેરવિખેર મળી હતી. સવારે ચાંદીના ‘વરસાદ’ થતાં વિસ્તારના લોકો ચોંકી ગયા હતા. લોકો શેરીઓમાં વેરવિખેર ચાંદીના નાના ટીપાં ઘરે લઈ જવા લાગ્યા […]

India
mahiaapa 10 બિહાર/ ચાંદીનો 'વરસાદ' વરસ્યો,લોકોએ કરી પડાપડી

બિહારના સીતામઢી જિલ્લાના સુરસંડ બ્લોકમાં આકાશમાંથી ચાંદીનો ‘વરસાદ’થી લોકો આશ્ચર્યચકિત થયા છે. બુધવારે સવારે લોકો નિંદ્રામાંથી જાગ્યાં ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોને ટાવર ચોકથી સુરસંડના બરાહી ગામ તરફ જતા માર્ગ પર ચાંદી વેરવિખેર મળી હતી. સવારે ચાંદીના ‘વરસાદ’ થતાં વિસ્તારના લોકો ચોંકી ગયા હતા.

લોકો શેરીઓમાં વેરવિખેર ચાંદીના નાના ટીપાં ઘરે લઈ જવા લાગ્યા છે. દરેક જણ એકબીજાને પુછે છે કે, આટલી મોટી માત્રામાં સુરસુંડના શેરીઓમાં શુદ્ધ ચાંદી ક્યાંથી આવી હતી.એવું માનવામાં આવે છે કે કોઈ તસ્કર બોરીમાં ચાંદી લઇ જતો હોત અને કોથળો ફાટ્યો હોવાની આશંકા છે.પરિહાર-સુરસંડ સ્ટેટ હાઇવે-87 પર ચાંદીના ટીપા ત્રણ કિ.મી.માં રસ્તે વિખરાયેલા પડ્યા હતા.લોકોએ ચાંદીને ઘરે લઈ જવા પડાપડી કરી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે સુરસંડ નગર પંચાયતના આંબેડકર ચોકથી જવાહરલાલ નહેરુ મેમોરિયલ કોલેજ બરાહી સહસ્રમ રોડ લલીયા ચોક સુધી ચાંદીના ટીપાં મળી આવ્યાં હતાં.

sitamarhi(5) બિહાર/ ચાંદીનો 'વરસાદ' વરસ્યો,લોકોએ કરી પડાપડી

જયારે બુધવારે સવારની સાથે જ ભીડ એકત્રીત થઈ ગઈ હતી.કેટલાક લોકો તો બે કિલો ચાંદીના ટીપાં લઈ ગયા હતા. એવી ચર્ચા છે કે રસ્તા પર 50કિલોથી વધુ ચાંદી જોવા મળી હતી.સ્ટેશન હેડ ભોલાકુમારસિંહે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.

રસ્તામાં ચાંદી કેવી પડી તે અંગે સસ્પેન્સ છે. જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ મધ્યરાત્રિના તસ્કરો નેપાળથી ચાંદીની દાણચોરી કરે છે. બીત્તમોડ, બાથનાહ, માધવપુર, નવહી, મારૂવાહિ, સહસ્રમ અને બરાહી જેવા ગામોમાંથી મોડી રાત્રે સોના-ચાંદીની દાણચોરી કરવામાં આવે છે. આશંકાઓ છે કે તસ્કરો બાઇક પર ચાંદીની કોથળીઓ લોડ કરીને રાત્રે નેપાળથી ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન ચાંદી કોથળીમાંથી બહાર આવી અને રસ્તામાં વેરવિખેર થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.