@નિકુંજ પટેલ
ઉતરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ચાઈનીઝ દોરી વેચતા બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ.12,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 40 રીલ કબજે કર્યા હતા.
આ બનાવની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે બે શક્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા.
આરોપીઓમાં રમેશ જે.પરમાર અને વિજય વી.પરમારનો સમાવેશ થાય છે. ધોળકાના મોટી બોરૂ ખાતે રહેતા બન્ને આરોપી પાસેતી પોલીસે રૂ.12,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 40 રીલ કબજે કર્યા હતા. આરોપીઓએ ચાઈનીઝ દોરીનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:મોરબી/બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:પીએમ ડિગ્રી કેસ/CICના આદેશને રદ્દ કરવા સામે કેજરીવાલની અપીલ પર સુનાવણી સ્થગિત
આ પણ વાંચો:Jamnagar/જામનગરની જી જી. હોસ્પીટલમાં ICU વોર્ડમાં લાગી આગ, એક દર્દી દાઝ્યો